ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hippo Of Zoo: માદા હિપ્પોને 7 વર્ષથી નર હિપ્પો માનવામાં આવ્યો

Hippo Of Zoo: કોઈ પણ પ્રાણી કે પશુ-પક્ષી કઈ પ્રજાતિનો છે અને નર છે કે માદા તે જાણકારી જાણવું નિષ્ણાતો માટે ક્યારેય મુશ્કેલ નથી બન્યું. પરંતુ જાપાનના પ્રાણી સંગ્રહાલય (Japan Zoo) માં હિપ્પો (hippo) સાથે જોડાયેલો મામલો ખૂબ જ ચોંકાવનારો...
10:03 PM May 04, 2024 IST | Aviraj Bagda
Hippo Of Zoo

Hippo Of Zoo: કોઈ પણ પ્રાણી કે પશુ-પક્ષી કઈ પ્રજાતિનો છે અને નર છે કે માદા તે જાણકારી જાણવું નિષ્ણાતો માટે ક્યારેય મુશ્કેલ નથી બન્યું. પરંતુ જાપાનના પ્રાણી સંગ્રહાલય (Japan Zoo) માં હિપ્પો (hippo) સાથે જોડાયેલો મામલો ખૂબ જ ચોંકાવનારો છે. આ ઘટના સાથે દરેક લોકો ચોંકી ગયા છે.

જાપાનમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં જેન-ચાન નામનો hippo છેલ્લા સાત વર્ષથી જાપાનના પ્રાણી સંગ્રહાલય (Japan Zoo) માં રહે છે. આ હિપ્પોને વર્ષ 2017 માં જાપાનના પ્રાણી સંગ્રહાલય (Japan Zoo) માં લાવવામાં આવ્યો હતો. હિપ્પો 5 વર્ષની ઉંમરે મેક્સિકોના આફ્રિકન સફારીમાંથી પ્રાણી સંગ્રહાલય (Japan Zoo) માં રાખવામાં આવ્યો હતો. ત્યારે તે બાળક હતો. તેને લાવનાર ઈન્ચાર્જ વ્યક્તિએ આપેલી માહિતી અને ઈમ્પોર્ટ સાથે આવેલા દસ્તાવેજોમાં પણ hippo મેઈલ હોવાનું જાહેર કરાયું હતું. તેથી જ અમને શંકા પણ ન હતી.

આ પણ વાંચો: Viral Video: ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકાની થઈ એવી હાલત કે તમે પણ કહેશો, બાપ રે….

માદા હિપ્પો સાથે સંબંધ બાંધી શક્યો નહીં

પરંતુ આજે જાપાનના પ્રાણી સંગ્રહાલય (Japan Zoo) મેનેજમેન્ટ તેને પુરૂષ માનતો હતો. સાત વર્ષ પછી એક અહેવાલ બહાર આવ્યા પછી જાણવા મળ્યું કે hippo ખરેખર માદા છે. જેન ચેન ક્યારેય નર હિપ્પોની જેમ વર્તન કરતો ન હતો. તેની સંભાળ રાખનારને ક્યારેય પુરુષના જનનાંગ અંગો મળ્યા નથી. આ સિવાય આ હિપ્પો ક્યારેય કોઈ માદા hippo સાથે સંબંધ બાંધી શક્યો નહીં.

આ પણ વાંચો: Kazakhstan Women Harassment: સંબંધીના રેસ્ટોરન્ટમાં પત્નીને પતિએ સતત 8 કલાક ઢોર માર માર્યો

પ્રાણીઓના ડીએનએ પરીક્ષણનું મહત્વ સમજી ગયા

આ પછી પ્રાણી સંગ્રહાલયમાં મેનેજમેન્ટે હિપ્પોનો ડીએનએ કરાવવામાં આવ્યો. પછી ખબર પડી કે જેન ચેન વાસ્તવમાં માદા હિપ્પો હતી. આ પછી પ્રાણી સંગ્રહાલય મેનેજમેન્ટે સ્વીકાર્યું કે તેઓ નવા આવતા પ્રાણીઓના ડીએનએ પરીક્ષણનું મહત્વ સમજી ગયા છે. તેમજ જેન ચેન ઝૂમાં આવતા પ્રવાસીઓ પહેલાની જેમ આવે છે.

આ પણ વાંચો: NRI: BJP ને જીતાડવા મોદી ફેન અમેરિકન ગુજરાતીઓમાં થનગનાટ

Tags :
AnimalsGujarat FirstHippoHippo Of ZooInternationalJapanViralViral NewsZoo
Next Article