Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Canada માં ગુરૂદ્વારા પ્રમુખની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે Boota Singh Gill ની હત્યાથી ચકચાર

નવી દિલ્હી : કેનેડાના (Canada) અલ્બર્ટા પ્રાંતમાં ધોળા દિવસે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ભારતીય મુળના ગુરૂદ્વારા પ્રમુખ અને બિલ્ડર બૂટા સિંહ ગિલ (Boota sinh Gill) સહિત બે લોકોની હત્યા કરી નાખવામાં આવી, જ્યારે એક અન્ય વ્યક્તિ ઘાયલ થઇ ગયો...
canada માં ગુરૂદ્વારા પ્રમુખની ગોળી મારીને હત્યા  ધોળા દિવસે boota singh gill ની હત્યાથી ચકચાર

નવી દિલ્હી : કેનેડાના (Canada) અલ્બર્ટા પ્રાંતમાં ધોળા દિવસે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ભારતીય મુળના ગુરૂદ્વારા પ્રમુખ અને બિલ્ડર બૂટા સિંહ ગિલ (Boota sinh Gill) સહિત બે લોકોની હત્યા કરી નાખવામાં આવી, જ્યારે એક અન્ય વ્યક્તિ ઘાયલ થઇ ગયો હતો. આ ઘટના ગિલના બિઝનેસના સ્થળ પર બની હતી. આ ગોળીબાર હરદીપસિંહ નિજ્જરની (Hardeep Singh Nijjar) હત્યાના લગભગ 10 મહિના બાદ થઇ છે.

Advertisement

ઇન્ડિયન એક્સપ્રેસે પોતાના અહેવાલમાં કર્યો ઘટસ્ફોટ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ ઘટના સોમવારે 8 એપ્રીલના રોજ થઇ હતી. રેડિયો ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનિંદર સિંહ ગિલે જણાવ્યું કે, આ ઘટનામાં સરબજીતસિંહ નામના એક સિવિલ એન્જીનિયરને પણ ગોળી વાગી હતી. સરબજીતની હાલ સારવાર ચાલી રહી છે. મનિંદરસિંહે જણાવ્યું કે, જ્યારે આ વિવાદ થયો ત્યારે ત્યાં 3 લોકો હાજર હતા. તે સમયે ભારતીય મુળના એક શ્રમિકે કથિત રીતે પોતે આત્મહત્યા કરતા પહેલા ગિલ અને સિંહ બંન્નેને ગોળી મારી દીધી હતી. જો કે હજી સુધી વિવાદનું કારણ સામે આવી શક્યું નથી. હાલ તપાસ ચાલી રહી છે.

બુટાસિંહે પોતાના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી

પોલીસે જણાવ્યું ક, ગિલે પહેલા પણ 2-3 વખત પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમને પૈસાની ઉઘરાણી માટેના ફોન અને ધમકીઓ મળતી રહેતી હતી. આ અગાઉ એડમોન્ટન પોલીસે જણાવ્યું હતું કે, એડમોન્ટનના દક્ષિણ એશિયન સમુહમાં ઘર બનાવનારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેની પાછળ ખંડણીનું મોટુ નેટવર્ક કામ કરી રહ્યું છે. તેમાં ભારતના ગેંગસ્ટરોનો હાથ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જુન 2023 માં હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી.

Advertisement

નિજ્જરની પણ ધોળા દિવસે હત્યા કરી દેવાઇ હતી

કેનેડાના સરે શહેરમાં ગુરૂદ્વારાની સામે અજાણ્યા હુમલાખોરોએ 18 જુને તેની હત્યા કરી દીધી હતી. જસ્ટિસ ટ્રુડો સરકારે તેના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. નિજ્જરને ભારતે 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો. થોડા મહિના પહેલા કેનેડાએ ભારતને વિદેશી ખતરો ગણાવ્યો હતો. કેનેડાએ આશંકા વ્યક્ત કરી હતી કે, ભારત કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે. કેનેડાની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી CSIS એ પોતાના અહેવાલમાં આ અંગે દાવો કર્યો હતો. જો કે બાદમાં આ સમગ્ર મામલે યુટર્ન લીધો હતો અને ભારત નહી પરંતુ ચીન ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

વધારે વાંચો...

Advertisement

Tags :
Advertisement

.