China-Taiwan: ચીનના કટ્ટર વિરોધીએ ચીનને માત આપી, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચીનની હાર
China-Taiwan: Taiwan ની સત્તારૂઢ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (DPP) ના નેતા Lai Ching-te રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. Lai Ching-te અને તેમની પાર્ટી Democratic Progressive Party ને China ના કટ્ટર વિરોધી માનવામાં આવે છે.
ચીને ચૂંટણી પહેલા જ Lai Ching-te ને અલગ જાહેર કરી દીધા હતા. ચીને Taiwan ના લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો તેઓ બંને દેશો વચ્ચે યુદ્ધના અણસાર જોવા ના માંગતા હોય, તો... બંને દેશમાંથી કોઈ એકને યોગ્યરીતે પસંદ કરવો. દેશના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ Lai Ching-te Taiwan ની સ્વતંત્રતા અને China ના પ્રાદેશિક દાવાઓનો વિરોધ કરે છે.
Today, #Taiwan has once again shown the world our people’s commitment to democracy. @bikhim & I are grateful for the trust placed in us. Looking forward, we remain committed to upholding peace in the Taiwan Strait and being a force of good in the international community. pic.twitter.com/9Xq18uRwxB
— 賴清德Lai Ching-te (@ChingteLai) January 13, 2024
Democratic Progressive Party એ ઈતિહાસ રચ્યો
Lai Ching-te ની જીત સાથે તેમની Democratic Progressive Party એ સતત ત્રીજી વખત સત્તામાં આવીને ઇતિહાસ રચ્યો છે. જો કે તેમની જીતથી China અને Taiwan વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.
ત્રણ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી
આ ચૂંટણીમાં Lai Ching-te સહિત વિરોધ પક્ષ કુઓમિન્તાંગ (KMT) ના હોયુ યુ ઈહ અને Taiwan પીપલ્સ પાર્ટીના કો વેન જી વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુકાબલો થયો હતો. KMT ને China સમર્થિત પક્ષ માનવામાં આવે છે. હાઉ યુ ઇહ રાજકારણમાં જોડાયા પહેલા પોલીસ દળના પ્રમુખ હતા.
KMT ના હોઉએ વચન આપ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશે તો તેઓ દેશની સુરક્ષાને વધુ મજબૂત કરશે અને China સાથેના સંબંધો સુધારવાનો આગ્રહ રાખશે. ત્યારે તાઇવાન પીપલ્સ પાર્ટીના વેન ઝે પણ ચૂંટણી દરમિયાન તેમણે પોતાને એવા ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા જે China અને અમેરિકા બંને સાથે સંબંધો બનાવવાના પક્ષમાં છે.
China અને Taiwan વચ્ચે શા માટે અણબનાવ?
China અને Taiwan વચ્ચેના સંબંધો અલગ છે. તાઇવાન એ China ના દક્ષિણ-પૂર્વ કિનારાથી 100 માઇલ અથવા લગભગ 160 કિલોમીટર દૂર સ્થિત એક નાનો ટાપુ છે. તાઇવાન 1949 થી પોતાને એક સ્વતંત્ર દેશ માની રહ્યું છે. પરંતુ અત્યાર સુધી વિશ્વના માત્ર 14 દેશોએ તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે.
તેની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા છે. China એ Taiwan ને પોતાનો પ્રાંત માને છે અને દાવો કરે છે કે એક દિવસ Taiwan તેનો ભાગ બની જશે. તો બીજી તરફ સતત તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ કહે છે. તેનું પોતાનું બંધારણ છે અને ચૂંટાયેલી સરકાર છે.
આ પણ વાંચો: ચીનથી પરત ફર્યા બાદ Maldives ના રાષ્ટ્રપતિએ ભારતને બતાવી લાલ આંખ, જાણો શું કહ્યું