Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Canada : ભારત અને કેનેડાના વિવાદમાં કૂદી પડ્યું પાકિસ્તાન,જાણો શું કહ્યું

ખાલિસ્તાની આંતકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ મુકેલા આરોપ બાદ ભારે વિવાદ જાગ્યો છે. જેમાં હવે પાકિસ્તાન પણ કુદી પડ્યુ છે.   પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરુસ કાજીએ કહ્યુ છે કે, કેનેડાના ખુલાસાથી અમને કોઈ આશ્ચર્ય થયુ...
canada   ભારત અને કેનેડાના વિવાદમાં કૂદી પડ્યું પાકિસ્તાન જાણો શું કહ્યું

ખાલિસ્તાની આંતકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ મુકેલા આરોપ બાદ ભારે વિવાદ જાગ્યો છે. જેમાં હવે પાકિસ્તાન પણ કુદી પડ્યુ છે.

Advertisement

પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરુસ કાજીએ કહ્યુ છે કે, કેનેડાના ખુલાસાથી અમને કોઈ આશ્ચર્ય થયુ નથી. યુએનના સેશનમાં ભાગ લેવા માટે પહોંચેલા કાજીએ ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવીને કહ્યુ હતુ કે ,પાકિસ્તાને ભારતના નૌસેના અધિકારી કુલભુષણ જાદવની બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરી હતી

Advertisement

ભારત પર કેનેડાના આરોપો પર પાકિસ્તાન કૂદી પડ્યું

સોમવારે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ તેમની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કેનેડાએ ભારતના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા. આરોપોને ફગાવી દેતાં ભારતે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને પણ બદલો લેવા માટે દેશ છોડવાનો આદેશ આપ્યો છે.કેનેડાના આ આરોપથી પાકિસ્તાન ખુશ નથી. પાકિસ્તાનના વિદેશ સચિવે કહ્યું કે કેનેડાના PM દ્વારા સંસદમાં લગાવવામાં આવેલા આરોપોમાં ચોક્કસ સત્ય છે. કુલભૂષણ જાધવનો ઉલ્લેખ કરતા સાયરસ કાઝીએ કહ્યું કે ભારતીય જાસૂસ પાકિસ્તાનને અસ્થિર કરવાની ગતિવિધિઓમાં સામેલ હતો.

Advertisement

ભારત અને કેનેડાના વિવાદમાં પાકિસ્તાન આપ્યુ આવુ નિવેદન

પાકિસ્તાની કોર્ટે કુલભૂષણ જાદવને મોતની સજા ફટકારી છે. પાકિસ્તાનના વિદેશ સચિવે તો ઝેર ઓકતા કહ્યુ છે કે, કેનેડાના દાવામાં સચ્ચાઈ તો હશે જ. કારણકે ભારત પાકિસ્તાનમાં પણ આંતકવાદ ફેલાવી રહ્યુ છે. બીજી તરફ પાકિસ્તાનના બટકબોલા નેતા અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ ગઈકાલે કહ્યુ હતુ કે, ભારત એક આતંકવાદી અને હિન્દુ રાષ્ટ્ર છે. ટ્રુડોના નિવેદનથી ભારતની અસલિયત સામે આવી છે. ક્યાં સુધી પશ્ચિના દેશો ભારતના કૃત્યો સામે આંખા આડા કાન કરતા રહેશે. પાકિસ્તાન પોતે જ વર્ષોથી ભારત સામે આતંકવાદ ફેલાવી રહ્યુ છે અને આમ છતા તે ભારત પર આરોપ મુકીને દુનિયા સામે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ રહ્યુ છે. પાકિસ્તાને ફરી ભારત અને કેનેડા વિવાદમાં કુદીને પોતે ફાયદો લેવાની કોશિશ કરી છે.

આ  પણ  વાંચો -INDIA VS CANADA : કેનેડામાં રહેતા ભારતીયો અત્યંત સાવધાની રાખે, કેન્દ્રની સલાહ

Tags :
Advertisement

.