Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્વાદમાં વધારો કરતી કોથમીરમાં છે અઢળક ઔષધીય ગુણો, આંખોની રોશની વધારવા થી લઇ પેટ સંબંધિત સમસ્યાઓમાં ઉપયોગી

ભાગ્યેજ કોઇ ઘર એવું હશે જે ઘરમાં કોથમીરનો ઉપયોગ ન થતો હોય.  કોથમીર માત્ર સ્વાદમાં વધારો નથી કરતી પરંતુ તેના ઔષધીય ગુણો પણ અઢળક છે. .ચાલો આજે અમે તમને કોથમીરના ફાયદાઓથી અવગત કરાવીએ   કોથમીર ખાવાના ફાયદાકબજિયાત જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો ભોજનમાં કોથમીરનો સમાવેશ કરો. તે પેટની સમસ્યાઓને દૂર કરીને પાચન શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના તાજા પાંદડાને છાશમાં નાખીને
સ્વાદમાં વધારો કરતી કોથમીરમાં છે અઢળક ઔષધીય ગુણો   આંખોની રોશની વધારવા થી લઇ પેટ સંબંધિત સમસ્યાઓમાં ઉપયોગી
ભાગ્યેજ કોઇ ઘર એવું હશે જે ઘરમાં કોથમીરનો ઉપયોગ ન થતો હોય.  કોથમીર માત્ર સ્વાદમાં વધારો નથી કરતી પરંતુ તેના ઔષધીય ગુણો પણ અઢળક છે. .ચાલો આજે અમે તમને કોથમીરના ફાયદાઓથી અવગત કરાવીએ 
  
કોથમીર ખાવાના ફાયદા
કબજિયાત 
જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો ભોજનમાં કોથમીરનો સમાવેશ કરો. તે પેટની સમસ્યાઓને દૂર કરીને પાચન શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના તાજા પાંદડાને છાશમાં નાખીને પીવાથી કબજિયાત અને ઉલટીમાં આરામ મળી શકે છે.
લિવર સાથે સંબંધિત સમસ્યાઓ 
જો તમે કોથમીરનુ પાણી ઉકાળીને અથવા તો તેનુ જ્યુસ બનાવીને સેવન કરો છો તો તેમા રહેલાં ફાઇબર અને એસેન્શીયલ ઓઇલ લિવર સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરવા માટે સહાયરૂપ બની શકે છે
રોગ પ્રતિકારક શક્તિ વધે છે 
કોથમીરનાં પાણીમાં એક વિશેષ પ્રકારનુ તત્વ ડોડનલ સમાવિષ્ટ હોય છે. તે ટાઈફોઈડના બેક્ટેરિયાને શરીરમાંથી દૂર કરે છે. આ ઉપરાંત આ પાણીનુ નિયમિત સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમા વૃદ્ધિ થાય છે
મોની દુર્ગંધ અને અલ્સર 
 આ ઉપરાંત નિયમિત કોથમીરનુ પાણી પીવાથી તમારા મોઢામાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે. જો તમે આ પાણીનુ નિયમિત સેવન કરો છો તો તમને અલ્સરની સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે છે.
ડાયાબિટીસ 
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કોથમીર ફાયદાકારક છે. તે સુગર લેવલને કંટ્રોલ કરે છે. કોથમીરનું નિયમિત સેવન કરવાથી બ્લડમાં ઈન્સ્યુલિનની માત્રાને કંટ્રોલ કરી શકાય છે.
કોલેસ્ટ્રોલ 
કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ કોથમીર મદદ કરે છે. કોથમીરમાં ઘણા એવા તત્વો જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કોથમીર જ નહીં પરંતુ તેના બીજ પણ ખુબ ફાયદાકારક છે. કોથમીરમાં વિટામિન-એ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને એ આંખો માટે સારું માનવામાં આવે છે. રોજ કોથમીરનું સેવન કરવાથી આંખની રોશની વધારી શકાય છે.

યુરિન 
ગરમીમાં પાણી ઓછું પીવાથી પેશાબની સમસ્યાઓ વધી શકે છે. તેવામાં કોથમીરના પાંદડા, ચટણી અથવા તો સુકી કોથમીરનો ઉપયોગ કોઈપણ રીતે કરીને યુરિન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય છે.
અન્ય ફાયદા 
આંખોમાં બે- ત્રણ ટીપાં કોથમીરનો તાજો રસ નાખવાથી આંખોની બળતરા, ખંજવાળ વગેરે દૂર થાય છે. નસકોરી ફૂટે તો નાકમાં કોથમીરનાં પાનનાં રસનાં બે- ત્રણ ટીપાં નાંખવાતી રાહત થાય છે. કોથમીરના બીજ એટલે કે ધાણા એન્ટી બક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણધર્મ ધરાવે છે. તે શરદી- ઉધરસ, કફ જેવી સમસ્યામાં રાહત પહોચાડે છે. ધાણા, હળદર અને જીરુનો ઉકાળો બનાવીને પીવાથી શરદી- ઉધરસમાં તરત ફાયદો થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.