Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODIના વતન વડનગરની પાલિકા બની કોંગ્રેસ મુક્ત

ઉંઝા ઉમિયા માતા ચોકમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાની સભા યોજાઈઉંઝા વિધાનસભા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં યોજાઇ સભાઉંઝા તાલુકાના આપના 60 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યોવડનગર પાલિકા વોર્ડ 1 કોંગ્રેસના કોર્પોરેટર ગિરિશ પટેલ પણ જોડાયા ભાજપમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પ્રચાર અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે. મહેસાણા (Mehsana) જિલ્લામાં નેતાઓ ચૂંટણી સભાઓ ગàª
pm modiના વતન વડનગરની પાલિકા બની કોંગ્રેસ મુક્ત
  • ઉંઝા ઉમિયા માતા ચોકમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાની સભા યોજાઈ
  • ઉંઝા વિધાનસભા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં યોજાઇ સભા
  • ઉંઝા તાલુકાના આપના 60 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
  • વડનગર પાલિકા વોર્ડ 1 કોંગ્રેસના કોર્પોરેટર ગિરિશ પટેલ પણ જોડાયા ભાજપમાં 
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પ્રચાર અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે. મહેસાણા (Mehsana) જિલ્લામાં નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા (Pursottam Rupala)ની ઉંઝા વિધાનસભા બેઠક ઉપર ઉંઝા ઉમિયા માતાજી મંદિર નજીક જાહેર સભા સંબોધી હતી. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ઉંઝા તાલુકાના આમ આદમી પાર્ટીના 60 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જ્યારે વડનગર (Vadnagar) પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર ગિરિશ પટેલ પણ ભાજપમાં જોડાતા વડનગર પાલિકા કોંગ્રેસ મુક્ત બની હતી. 

PM MODIના વતનની પાલિકા કોંગ્રેસ મુક્ત 
મહેસાણાનું વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે અને વડનગરની નગરપાલિકા જ આજે કોંગ્રેસ મુક્ત થઇ છે. કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રુપાલાની હાજરીમાં વડનગર પાલિકાના  વોર્ડ નંબર 1ના કોંગ્રેસના એક માત્ર કોર્પોરેટર ભાજપમાં જોડાઇ જતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડનગર પાલિકામાં 28 સભ્યોમાંથી 27 સભ્યો ભાજપના છે જ્યારે એક સભ્ય કોંગ્રેસના હતા પણ તે હવે ભાજપમાં જોડાતા પાલિકામાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે.
 
પીએમ મોદી દેશના યશસ્વી નેતા
આ સમયે મંત્રી પુરસોત્તમ રુપાલાએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને રાવણ કહેવા બદલ કહ્યું કે આ તેમના સંસ્કારની વાત છે. રુપાલાએ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદી મામલે આવું નિવેદન યોગ્ય નથી.ગુજરાતના ઇલેક્શનમાં ગુજરાતના દીકરાને ગાળો ભાંડવી એ યોગ્ય ના કહેવાય. તેમણે કહ્યું કે  નરેન્દ્રભાઈ મોદી એ ભારતીય જનતા પાર્ટીના નહિ પણ દેશના યશસ્વી નેતા છે અને દુનિયાની હરોળમાં એક ભારતનું રતન તરીકે નરેન્દ્રભાઈ ઉભરાઈ આવ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં તમે ગુજરાતના નેતાને ગાળો ભાંડો એ અવિવેક કહેવાય. 
કોંગ્રેસે ચૂપ રહેવું જોઇએ
તેમણે વધુમાં કહ્યું કે  ચૂંટણી પ્રચારમાં આવી આ પ્રકારનું નિવેદન તેમની પાર્ટીના અને તેમના સંસ્કાર બતાવે છે. કોંગ્રેસે ગુજરાતમાં આવી તેમની જો કોઈ સિદ્ધિ હોય તો એ લોકો સમક્ષ મુકવી જોઈએ. અને જો કોઈ સિધ્ધિના હોય તો ચૂપ રહેવું જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.