Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંજુરી વગર રાજકીય પક્ષોના બેનરો લગાવનારા રીક્ષાચાલકો સામે કડક વલણ , કલેક્ટરે કાર્યવાહી કરવા RTOને લખ્યો પત્ર

મંજુરી વગર રીક્ષા પાછળ નહીં લગાવી શકાય રાજકીય પાર્ટીના બેનર્સ ચૂંટણી પ્રચાર હાલ ચરમસીમા પર છે .પ્રચારની અવનવી તરકીબોમાં  રીક્ષા પાછળ બેનર લગાવવું પણ શામેલ છે.. રીક્ષા પાછળ લગાવાતા બેનર પ્રચારનું અસરકારક માધ્યમ માનવામાં આવે છે.. જો કે રીક્ષાચાલકો મન ફાવે તે રીતે જે તે પાર્ટીના બેનર પોતાની રીક્ષા પાછળ લગાવી શકશે નહીં, અમદાવાદ કલેક્ટર દ્વારા મંજૂરી લીધા વિગર રાજકીય પક્ષોના બેનરો
મંજુરી વગર રાજકીય પક્ષોના બેનરો લગાવનારા રીક્ષાચાલકો સામે કડક વલણ   કલેક્ટરે કાર્યવાહી કરવા rtoને લખ્યો પત્ર

મંજુરી વગર રીક્ષા પાછળ નહીં લગાવી શકાય રાજકીય પાર્ટીના બેનર્સ 
ચૂંટણી પ્રચાર હાલ ચરમસીમા પર છે .પ્રચારની અવનવી તરકીબોમાં  રીક્ષા પાછળ બેનર લગાવવું પણ શામેલ છે.. રીક્ષા પાછળ લગાવાતા બેનર પ્રચારનું અસરકારક માધ્યમ માનવામાં આવે છે.. જો કે રીક્ષાચાલકો મન ફાવે તે રીતે જે તે પાર્ટીના બેનર પોતાની રીક્ષા પાછળ લગાવી શકશે નહીં, અમદાવાદ કલેક્ટર દ્વારા મંજૂરી લીધા વિગર રાજકીય પક્ષોના બેનરો લગાવીને ફરતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. 
રિક્ષાચાલક એસોસિએશને પણ રીક્ષાચાલકોને કરી તાકીદ 
ઘણા રિક્ષાચાલકોએ રાજકીય પક્ષનું બેનર લગાવવાની મંજૂરી લીધી ન હોવાનું કલેક્ટરને ધ્યાને આવતા તેમણે RTOને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ મંજૂરી લીધા વિના બેનરો લગાવનારા રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવી સૂચના આપી છે. એટલું જ નહીં રિક્ષાચાલક એસોસિએશને પણ રિક્ષાચાલકોને મંજૂરી લેવા તાકીદ કરી છે.
અમદાવાદમાં 1 લાખ જેટલી રીક્ષાઓ 
અમદાવાદમાં એક લાખ જેટલી રિક્ષાઓ ફરે છે જેમાં ઘણી રિક્ષાઓ પર રાજકીય પક્ષોની જાહેરાત જોવા મળી રહી છે, ત્યારે હવે મંજૂરી વગર રાજકીય પક્ષોના બેનરો લગાવી ફરતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.