Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાવનગરમાં કેજરીવાલના ફોટા પર કાળી શાહી લગાવી વિરોધ, જાણો ઈલેક્શનની તમામ અપડેટ

ગુજરાત વિધાનસભાની (Gujarat Elections 2022) ચૂંટણી પહેલા રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) સક્રિય થઈ છે. રાજ્યમાં કેજરીવાલ અને ભગવંત માનના આંટાફેરા વધી રહ્યાં છે ત્યારે આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ભાવનગરના પ્રવાસે છે અને અહીં તેઓના પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીના નારાજ જુથ દ્વારા જ કેજરીવાલના પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ નોંધાવ્યો છે.કેજરીવાલના પોસ્ટર પર લાગી કાળી શાહીભાવનગર (Bhavnagar) શહેરમાàª
12:05 PM Oct 16, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની (Gujarat Elections 2022) ચૂંટણી પહેલા રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) સક્રિય થઈ છે. રાજ્યમાં કેજરીવાલ અને ભગવંત માનના આંટાફેરા વધી રહ્યાં છે ત્યારે આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ભાવનગરના પ્રવાસે છે અને અહીં તેઓના પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીના નારાજ જુથ દ્વારા જ કેજરીવાલના પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ નોંધાવ્યો છે.
કેજરીવાલના પોસ્ટર પર લાગી કાળી શાહી
ભાવનગર (Bhavnagar) શહેરમાં આજે એક સભા સંબોધવા આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન (Bhagwant Mann) આવી રહ્યા છે ત્યારે  શહેરના વાઘાવાડી રોડ પર આમ આદમી પાર્ટીના (AAP) બેનરો લગાવવામાં આવેલ છે. જે બેનરો હોર્ડિંગ્સ પર આમ આદમી પાર્ટીના શહેર પૂર્વ ઉપપ્રમુખ હરિસિંહ ઝાલા (Harising Zala) અને અન્ય AAPના કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલીયા ભાગવત માન અને અરવિંદ કેજરીવાલના બેનરો અને ફોટા ઉપર કાળી શાહી લગાવીને વિરોધ AAP પાર્ટીના જ હોદ્દેદાર દ્વારા કરાયો છે.
આમ આદમી પાર્ટીને જાકારો મળશે
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ (Pankaj Desai) કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કેજરીવાલ બાહ્ય તાકાતથી દેશ તોડવાના ધંધા કરી રહ્યા છે. નડિયાદ ખાતે સબ સ્ટેશન ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે પંકજભાઈ દેસાઈએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને જાકારો આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, દેશને સુરક્ષિત રાખવા માટે સંરક્ષણનું બજેટ યોગ્ય રીતે ફળવાવું જોઈએ. કેજરીવાલને આપણે અહીંયાથી જાકારો આપવાનો છે. કેજરીવાલ મફતની વાતો કરી લોભામણી જાહેરાતો કરી રહ્યા છે
ઈટાલિયાને વરસાદી દેડકાં સાથે સરખાવ્યા
પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગૌરવ યાત્રા સંદર્ભે યોજાયેલ પ્રેસમાં કોંગ્રેસ અને AAPને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને (Sanjeev Balyan) લીધા આડે હાથ લીધાં હતા. કેન્દ્રીય મંત્રીશ્રી સંજીવકુમાર બાલીયને ગોપાલ ઈટાલિયા (Gopal Italia) પર સીધા પ્રહાર કર્યું છે. તેમણે ગોપાલ ઈટાલીયાને આડકતરી રીતે ચોમાસાના દેડકા સાથે સરખાવીને શાબ્દિક પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સ્પષ્ટ બહુમતી થી સરકાર બનાવશે. દેશની વિકાસની સાચી રાજનીતિ 2014 બાદ શરૂ થયી છે, તેના પહેલા પરિવારવાદની રમાતી રાજનીતિ હતી. રેવડી વેચવાથી સરકાર નથી ચાલતી.
ડૉ.ભરતભાઇ બોઘરાનું મોટું નિવેદન
વિધાનસભા ચૂંટણી પહેલા જસદણમાં ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ડૉ.ભરતભાઇ બોઘરાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી જેમાં તેઓએ  જસદણ બેઠક પરથી ભાજપ ઉમેદવારના દાવેદાર નથી તેમ જણાવ્યું અને સાથે જ પાર્ટી જે જવાબદારી આપશે તે નિભાવીશ પાર્ટીને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરશેનો રાગ આલાપ્યો છે.
પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાના કોંગ્રેસ-AAP પર પ્રહાર
સુરત માંગરોળના ઝંખવાવમાં ભાજપની ગૌરવ યાત્રામાં પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાના કોંગ્રેસ-AAP પર પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, આ વિસ્તારની જનતાએ કોંગ્રેસના સૂપડા સાફ કર્યા હતા. અગાઉ પણ અનેક ઠગ પાર્ટીઓ આપણી વચ્ચે આવી હતી. ગરીબ બહેનોને ઘર-ઘરનું ફોર્મ ભરાવી 200-200 રૂપિયા લઇને ગાયબ થઈ ગયા હતા.
ગેનીબેન ઠાકોરના નિવેદન પર ગૃહરાજ્યમંત્રીશ્રીના પ્રહાર
ગેનીબેન ઠાકોરના નિવેદન પર ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, હવે ગેનીબેનના આરોપોમાં કંઈ દમ હોવો જોઈએ. આ પ્રકારની ઘટનાને રાજકીય ઘટના ન બનાવવી જોઈએ. ગુજરાતનું રાજનૈતીક સ્તર આટલું નીચું ક્યારેય નથી ગયું. આ પ્રકારના નિવેદન રાજનૈતિક બાબતોમાં ક્યારેય યોગ્ય નથી.
વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની મેરેથોન રણનીતિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની ઉમેદવાર પસંદગી માટે દિલ્લીમાં બેઠક મળશે. તા. 19,20 અને 21 ઓક્ટોબરે સ્ક્રીનિંગ કમિટીની બેઠક  મળશે. સ્ક્રીનિંગ કમિટી બાદ તુરંત સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠકમાં ઉમેદવારો ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે ત્યારે આ બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્હી જશે.
આ પણ વાંચો - મુખ્યમંત્રીશ્રીએ અલ્પેશ ઠાકોર વિશે શું કહ્યું કે બધા હસી પડયા...
Tags :
AAPArvindKejriwalBhagwantMannBhavnagarelectionsElections2022GopalItaliaGujaratGujaratElections2022GujaratFirstPoliticsProtest
Next Article