Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓને અંતિમ ઓપ, મતદારોને કોઇપણ તકલીફ ન પડે તેવી તૈયારી

પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે..ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે. વૉટર ઇન્ફોર્મેàª
પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓને અંતિમ ઓપ  મતદારોને કોઇપણ તકલીફ ન પડે તેવી તૈયારી
પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે..ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ પણ પૂર્ણ થવાની તૈયારીમાં  છે. તમામ પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. 
પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારો 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 69 રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ 1,621 ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં કુલ 1,362 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યાં હતા. ચકાસણીના અંતે કુલ 999 ઉમેદવારોના નામાંકનપત્ર માન્ય રહ્યા છે. ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો 
બીજા તબક્કાના તા.05 ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે કુલ 1,515 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા હતા. 403 નામાંકનપત્રો રદ્દ થયા હતા અને 279 નામાંકન પત્રો પાછા ખેંચાયા હતા. આમ, બીજા તબક્કામાં હવે 93 વિધાનસભા બેઠકો પર 833 ઉમેદવારો ચૂંટણી લડશે.ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉપરાંત 69 રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
કયા કયા પૂરાવાઓ માન્ય ?
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યુ હતું કે, મતદાન કરવા માટે માત્ર મતદાર ફોટો ઓળખકાર્ડ હોવું પૂરતું નથી. મતદાર યાદીમાં મતદારનું નામ હોવું જરૂરી છે. એટલું જ નહિં, ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં મતદાન માટે મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માત્ર વોટર ઈન્ફર્મેશન સ્લીપ ઉપયોગમાં લઈ શકાશે નહિં.મતદાર ફોટો ઓળખપત્રની અવેજીમાં આધાર કાર્ડ, મનરેગાના જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ્સ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર. અંતર્ગત આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શનના દસ્તાવેજ, કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર/ જાહેર લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા  ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલાં સરકારી ઓળખપત્રો, યુનિક ડિસએબિલીટી આઈ-કાર્ડ તથા બિન નિવાસી ભારતીયોઓની જો મતદાર તરીકે નોંધણી થઈ હોય તો, તેઓ મતદાન મથકે અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે.  
આચારસંહિતા ભંગની ફરીયાદના નિવારણ માટે સ્પેશિયલ ટીમ 
સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે લોન્ચ કરવામાં આવેલી c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે.c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 2,364 ફરિયાદો મળી છે, તે પૈકી 2,347 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
 
મતદાનના દિવસે જાહેર રજા
પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં અને બીજા તબક્કાના 14 જિલ્લાઓમાં મતદાનના દિવસે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વટાઉખત અધિનિયમ હેઠળ રજા જાહેર કરવામાં આવી છે.આ ઉપરાંત, બન્ને તબક્કામાં મતદાનના દિવસે મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કે જે કોઈપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતા હોય તેવા કર્મચારીઓ અને રોજમદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવા શ્રમ આયુક્તની કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિવ-દમણ અને દાદરા નગરહવેલી જેવા ગુજરાતની સરહદને સાંકળતા જિલ્લાઓમાં ગુજરાતના જે મતદારો રહેતા હોય તેમના માટે પણ પેઈડ હૉલીડે જાહેર કરવામાં આવ્યો છે.
 
મતદાન મથક શોધવામાં મદદ 
મતદારોને પોતાનું મતદાન મથક શોધવામાં કે પોતાનો EPIC નંબર મેળવવામાં મદદરૂપ થવા ચૂંટણી કમિશન દ્વારા Voter Helpline App કાર્યરત છે. આ ઍપ દ્વારા મતદારો વોટર રજીસ્ટ્રેશન જાણી શકે છે, ફરિયાદ કરી શકે છે, ઉમેદવારોનો પરિચય મેળવી શકે છે. EVM કે ચૂંટણી વિષેની અન્ય માહિતી મેળવી શકે છે. એટલું જ નહીં, મતદાર યાદીમાં પોતાનું નામ અને મતદાન મથકની જાણકારી મેળવી શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Advertisement
Tags :
Advertisement

.