Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર પ્રદેશના લોકોએ પહેલી હોળી 10 માર્ચે ઉજવવાની તૈયારી કરી લીધી છે : નરેન્દ્ર મોદી

રવિવારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરદોઇ પહોંચ્યા હતા. હરદોઇમાં તેમણે જનસભાને સંબોધન કર્યુ હતું. ચોથા તબક્કાના મતદાન માટેનો પ્રચાર કરતા વડાપ્રધાને વિપક્ષ પર અનેક મુદ્દે પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિ માટે તહેવાર ઉજવતા રોકતા હતા તેવા લોકોને ઉત્તર પ્રદેશની જનતા 10 માર્ચે જવાબ આપી દેશે. તે
ઉત્તર પ્રદેશના લોકોએ પહેલી હોળી 10 માર્ચે ઉજવવાની તૈયારી કરી લીધી છે   નરેન્દ્ર મોદી
રવિવારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરદોઇ પહોંચ્યા હતા. હરદોઇમાં તેમણે જનસભાને સંબોધન કર્યુ હતું. ચોથા તબક્કાના મતદાન માટેનો પ્રચાર કરતા વડાપ્રધાને વિપક્ષ પર અનેક મુદ્દે પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિ માટે તહેવાર ઉજવતા રોકતા હતા તેવા લોકોને ઉત્તર પ્રદેશની જનતા 10 માર્ચે જવાબ આપી દેશે. તેમણે સપાનું નામ લીધા વગર જ કહ્યું કે હરદોઇના લોકોએ એવા દિવસો પણ જોયા છે કે જ્યારે આ લોકોએ કટ્ટા (છરી) અને સટ્ટાવાળાને ખુલ્લી છુટ આપેલી હતી.

યોગી સરકાર આવ્યા બાદ ગરીબો માટે કામ શરુ થયું
જનસભાને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘તમે લોકો યાદ કરો કે પાંચ વર્ષ પહેલા માફિયાવાદીઓએ ઉત્તર પ્રદેશની શું હાલત કરી હતી? વેપારીઓને વેપાર કરવામાં ડર લાગતો હતો, ચોરી, લૂંટ અને ગુંડાગર્દી સામાન્ય બની ગયું હતું. આપણી માતાઓ પણ ચિંતિત રહેતી કે ઘરેથી નિકળેલા દીકરી અને દીકરીઓ સાંજે સુરક્ષિત પાછા આવશે કે નહીં? 2014 થી 2017 ની વચ્ચે આ પરિવારવાદીઓના સભ્યોએ યુપીના એક પણ કામની અંદર મારો સાથ નથી આપ્યો.  યુપીમાં ગરીબો માટે કામ ત્યારે શરૂ થયું જ્યારે 2017માં તમે અહીં ડબલ એન્જિનની સરકાર બનાવી. આ પાંચ વર્ષમાં અમે હરદોઈના લગભગ 70,000 ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ આપ્યા છે.’

પહેલી હોળી ભાજપની જીત સાથે 10 માર્ચે ઉજવાશે
નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે ‘તમારો આ ઉત્સાહ, આ જોશ અમરા બધા માટે આશિર્વાદ સમાન છે. હરદોઇની પુણ્ય ભૂમિ સાથે હોળી જેવા પવિત્ર તહેવારનું જે જોડાણ છે તે આપણે બધા જાણીએ છીએ. મને ખ્યાલ છે કે આ વખતે હરદોઇ અને ઉત્તર પ્રદેશના લોકોએ બે વખત રંગોની હોળી રમવાની તૈયારી કરી લીધી છે. પહેલી હોળી ભાજપની જીત સાથે 10 માર્ચે ઉજવીશું. જો 10 માર્ચે પહેલી હોળી ઉજવવી હોય તો તેની તૈયારી અત્યારથી પોલિંગ બૂથમાં કરવી પડશે. ઘરે ઘરે જવું પડશે.’

આજે મોટી સંખ્યામાં લોકો ભાજપને મત આપી રહ્યા છે
‘આજે ત્રીજા તબક્કામાં પણ લોકો એકજૂથ થઇને કમળના નિશાન પર મતદાન કરી રહ્યા છે. આજે ઉત્તર પ્રદેશની સાથે સાથે પંજાબમાં પણ મત પડી રહ્યા છે. ત્યાના લોકો પણ પંજાબના વિકાસ, પંજાબની સુરક્ષા અને દેશની અખંડતા માટે બહોળી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે, ભાજપનું સમર્થન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં યોજાનારા આગલા ચરણના મતદાનની જવાબદારી પણ તમે લોકોએ લીધી છે.’

પહેલા મહેમાનની માફક વિજળી આવતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘સપા સરકારમાં 34 હજાર શૌચાલય બન્યા હતા, તો યોગીજીના આવ્યા બાદ પાંચ લાખ શૌચાલય બનાવવામાં આવ્યા છે. આ બધા પૈસા ક્યાં જતા હતા? આ સિવાય જ્યારે યોગીજીની સરકાર આવી ત્યારે સમગ્ર રાજ્યમાં ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા, અભિયાન ચલાવીને દરેક ગરીબના ઘર સુધી વીજળી પહોંચાડવામાં આવી.  તમારા ગામમાં કેટલા કલાક વીજળી આવતી હતી? મને બરાબર યાદ છે કે જો યુપીમાં વીજળી આવતી તો સમાચાર બની જતા. એક સમય એવો પણ હતો કે જ્યારે વિજળીનું જવું એ સ્વાભાવિક હતું, મહેમાનની માફક વિજળી આવતી હતી. તેમાં પણ જો એકવાર ટ્રાન્સફોર્મર બળી જાય તો કેટલા મહિના લાગશે અને કેટલા બાબુઓના પગ પકડવાના, બધાને પ્રસાદ ખવરાવવાનો. ’
Advertisement
Tags :
Advertisement

.