ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખડગેના 'રાવણ'વાળા નિવેદન પર બોલ્યા મુમતાજ પટેલ, આ પ્રકારની ટિપ્પણીઓથી બચવામાજ સમજદારી છે

પ્રધાનમંત્રી મોદીની તુલના રાવણ સાથે કરનાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન પર અત્યાર સુધી તો માત્ર ભાજપના નેતાઓએ જ પસ્તાળ પાડી હતી..પરંતુ હવે  ખુદ તેમની પાર્ટીના નેતાઓ પણ તેમને આવા નિવેદનથી બચવાની સલાહ આપી રહ્યા છે. નિવેદનનો ખોટો ઉપયોગ થઇ શકે છે તે સાવધાની રાખવી જરૂરી ગુજરાતમાં પાર્ટીની નેતા મુમતાજ પટેલે ખડગેના નિવેદનને લઇને કહ્યું કે આ પ્રકારના નિવેદનથી બચવામાજ સમજદારી છે. તà«
01:23 PM Dec 02, 2022 IST | Vipul Pandya
પ્રધાનમંત્રી મોદીની તુલના રાવણ સાથે કરનાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન પર અત્યાર સુધી તો માત્ર ભાજપના નેતાઓએ જ પસ્તાળ પાડી હતી..પરંતુ હવે  ખુદ તેમની પાર્ટીના નેતાઓ પણ તેમને આવા નિવેદનથી બચવાની સલાહ આપી રહ્યા છે. 
નિવેદનનો ખોટો ઉપયોગ થઇ શકે છે તે સાવધાની રાખવી જરૂરી 
ગુજરાતમાં પાર્ટીની નેતા મુમતાજ પટેલે ખડગેના નિવેદનને લઇને કહ્યું કે આ પ્રકારના નિવેદનથી બચવામાજ સમજદારી છે. તેમણે કહ્યુ કે પોતાની વાત કહેતી વખતે ખુબજ સાવધાની વર્તવી જોઇએ કારણ કે તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે. આ પ્રકારની ટિપ્પણીઓથી બચવામાંજ સમજદારી છે. મહત્વપૂર્ણ છે કે મુમતાજ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી છે. બે વર્ષ પહેલા કોવિડના કારણે અહેમદ પટેલનું નિધન થયું હતું. 
શું કહ્યું હતું મલ્લિકાર્જુન ખડગેએ ?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુ ખડગેએ 28 ઓક્ટોબરના રોજ ગુજરાત ચૂંટણી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.. અમદાવાદમાં જનસભા દરમ્યાન ખડગેએ કહ્યું હતું કે વડાપ્રધાન કહે છે કે ક્યાંય બીજે ન જુઓ મોદીને જોઇને વોટ આપો. કેટલીવાર તમારો ચહેરો જોઇએ ? અમે કોર્પોરેશન ચૂંટણીમાં તમારો ચહેરો જોયો, વિધાનસસભા ચૂંટણીમાં અને લોકસભા ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોયો. શું રાવણની જેમ તમારે 10 માથા છે, મને સમજ નથી પડતી 
આ પણ વાંચો -  તમારો એક મત તમારા બાળકોનું ભવિષ્ય નક્કી થશે: અમિત શાહ
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstKhadgeMumtajPatelRavanastatement
Next Article