Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભીડભંજન હનુમાન મંદિરે 500 વર્ષથી યોજાતો કોઠા-પાપડીનો કોમી એકતાનો મેળો

ભરૂચના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન બનેલા અહીં બન્ને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે.દરગાહ અને મંદિરનો એક સાથે મેળોભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ભીડભંજન વિસ્તારમાં કોમી એકતાનà
06:31 PM Nov 24, 2022 IST | Vipul Pandya
ભરૂચના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન બનેલા અહીં બન્ને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે.
દરગાહ અને મંદિરનો એક સાથે મેળો
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ભીડભંજન વિસ્તારમાં કોમી એકતાના મેળાનું મહત્વ રહેલું છે અને માગસર માસના દર ગુરુવારે સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે જ આવેલા ભીડભંજન હનુમાન મંદિર બંને ધાર્મિક સ્થળો ઉપર કોમી એકતા સ્વરૂપી મેળો યોજાય છે અને મેળાનો પ્રારંભ થયો છે સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ વર્ષો પુરાણી છે અને મેળામાં આવતા તમામ કોમના લોકો આ દરગાહ ખાતે ઢેબરા સહિત સામગ્રી ધરાવી મેળામાં કોઠા પાપડીની મજા માણતા હોય છે.
કુવામાં હનુમાનજી બિરાજે છે
કોઠા પાપડીના મેળાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફુલ અર્પણ કર્યા હતા. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા. જે આજે પણ આ સ્થળે હાજર છે. મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે.
500 વર્ષ જુનો ઈતિહાસ
અંદાજે 500 વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે. મેળામાં માત્ર કોઠા, પાપડી અને ફૂલની લારીઓ ઉભી રહે છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિ‌ત એકબીજા સાથે કોઠા લડાવે છે. કોઠા આરોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડીનો સ્વાદ માણવાનું પણ ચૂકતા નથી અને મેળામાં આવતા શ્રદ્ધાળુઓએ પણ મેળાના મહત્વ અંગે તેમજ શ્રદ્ધા અંગે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી.
માનવ મહેરામણ ઉમટે છે
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ચૂંટણીના માહોલ વચ્ચે પણ કોઠા પાપડી ના મેળામાં મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે કોઠા પાપડી ના મેળા ના પ્રથમ દિવસે પણ મેળામાં આવતા યુવાનો એકબીજા સાથે કોઠું લડાવી ચોખાની પાપડીનો સ્વાદ માણી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો - ભરુચના પોલીસ અને હોમગાર્ડ કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharuchGujaratFirstHinduHistoryKothaPapdifairMuslimReligious
Next Article