Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્યા ઉમેદવાર સામે છે ગંભીર કેસો તો ક્યા ઉમેદવાર છે કરોડપતિ, જુઓ રિપોર્ટ

AAPના ઉમેદવારો ધરાવે છે સૌથી વધુ ગુનાહિત ઈતિહાસકોંગ્રેસના 77, ભાજપના 75, AAPના 35 ઉમેદવાર કરોડપતિબીજા તબક્કામાં 5 ઉમેદવાર છે નિરક્ષરગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. રાજકીય પાર્ટીઓ છેલ્લી ઘડીઓના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની (ADR) દ્વારા બીજા તબક્કાની 93 બેઠકના 833 ઉમેદવારોના સોગંદનામાનો વિશ્લેણ રિપોર્ટ જાહેર કર્યà
ક્યા ઉમેદવાર સામે છે ગંભીર કેસો તો ક્યા ઉમેદવાર છે કરોડપતિ  જુઓ રિપોર્ટ
  • AAPના ઉમેદવારો ધરાવે છે સૌથી વધુ ગુનાહિત ઈતિહાસ
  • કોંગ્રેસના 77, ભાજપના 75, AAPના 35 ઉમેદવાર કરોડપતિ
  • બીજા તબક્કામાં 5 ઉમેદવાર છે નિરક્ષર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. રાજકીય પાર્ટીઓ છેલ્લી ઘડીઓના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની (ADR) દ્વારા બીજા તબક્કાની 93 બેઠકના 833 ઉમેદવારોના સોગંદનામાનો વિશ્લેણ રિપોર્ટ જાહેર કર્યો છે.
163માંથી 91 ઉમેદવારો સામે ગુન્હા
93 વિધાનસભા સીટમાં આશરે 19 વિધાનસભા સીટ રેડ એલર્ટ ચૂંટણી વિસ્તાર છે કે જ્યાં 3 કે તેનાથી વધારે ઉમેદવારોએ પોતાના વિરૂદ્ધમાં થયેલા કેસોના ખુલાસા કર્યાં છે. કુલ 163 ઉમેદવારોએ પોતાના પર ચાલેલા ફોજદારી કેસની માહિતી આપી છે. આ 163માંથી 91 ઉમેદવાર ગંભીર પ્રકારના ગુન્હા ધરાવે છે.
સૌથી વધારે AAPના ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
કોંગ્રેસનાં 90 ઉમેદવારોમાંથી 29, આમ આદમી પાર્ટીનાં 93 ઉમેદવારોમાંથી 29 અને ભાજપનાં 93 ઉમેદવારોમાંથી 18 અને BTPના 12 પૈકી 4 ઉમેદવારે પોતાની સામે ચાલી રહેલા ગુનાહિત કેસોની માહિતી આપી છે. કોંગ્રેસનાં 10, આમ આદમી પાર્ટીનાં 17 અને ભાજપનાં 14 ઉમેદવારોની સામે ગંભીર કેસો. 9 ઉમેદવારો પર બળાત્કાર અને મહિલાઓ સંબંધિત અપરાધનાં કેસો, 2 ઉમેદવારોએ હત્યા સંબંધિત ગુનાની અને 8 ઉમેદવારોએ હત્યાનાં પ્રયાસો સંબંધિત ગુનાની જાહેરાત કરી છે.
કરોડપતિ ઉમેદવારો
બીજા તબક્કામાં કરોડપતિ ઉમેદવારોની વાત કરવામાં આવે તો કોંગ્રેસના 77,ભાજપના 75, AAPના 35 ઉમેદવાર કરોડપતિ છે. જેમાં 5 કરોડથી વધુ મિલકત વાળા 94 ઉમેદવારો છે. 2 થી 5 કરોડની મિલકત વાળા 74, 50 લાખથી 2 કરોડવાળા 157, 10 લાખથી 50 લાખ મિલકત વાળા 227, 10 લાખથી ઓછી મિલકતવાળા 281 ઉમેદવારો છે. આમાંથી સૌથી વધુ માણસા ભાજપના ઉમેદવાર જે. એસ.પટેલ પાસે 661 કરોડની સપત્તિ છે. સિદ્ધપુર ભાજપના બળવંતસિંહ રાજપૂત પાસે 372 કરોડની સંપત્તિ જ્યારે ડભોઇ AAPના અજીતસિંહ ઠાકોર પાસે 343 કરોડની સંપત્તિ છે. જ્યારે 5 અપક્ષ ઉમેદવારો પાસે શૂન્ય મિલકત
ઉમેદવારોનો અભ્યાસ
વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના મેદાનમાં રહેલા 512 ઉમેદવાર ધોરણ 5થી 12 ભણેલા છે. 264 ઉમેદવાર ગ્રેજ્યુટ છે. 27 ઉમેદવારો ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે તો 32 ઉમેદવાર માત્ર લખી વાંચી શકે છે અને 5 એવા ઉમેદારો છે જે નિરક્ષર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.