AAPના હવાલાકાંડનો ચહેરો સૌરભ પારાશર કેજરીવાલનો છે ખાસ, જુઓ બોલતો પુરાવો
AAPના હવાલકાંડનો મોટો પર્દાફાશસૌરભ પારાશર હવાલાકાંડનો ચહેરો હતોભગવંત માન સાથે પણ પારાશરના નિકટના સંબંધ છેઆમ આદમી પાર્ટીના હવાલાકાંડનો રાઝ ગુજરાત ફર્સ્ટે ખોલ્યો હતો. થોડા દિવસો પહેલા બારડોલીમાં AAPના ઉમેદવાર સાથે જે લૂંટ થઈ હતી. તે પછીથી AAPનું હવાલાકાંડ ખુલ્યું હતું. હવાલાકાંડનો ચહેરો સૌરભ પારાશર હતો. જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનà
- AAPના હવાલકાંડનો મોટો પર્દાફાશ
- સૌરભ પારાશર હવાલાકાંડનો ચહેરો હતો
- ભગવંત માન સાથે પણ પારાશરના નિકટના સંબંધ છે
આમ આદમી પાર્ટીના હવાલાકાંડનો રાઝ ગુજરાત ફર્સ્ટે ખોલ્યો હતો. થોડા દિવસો પહેલા બારડોલીમાં AAPના ઉમેદવાર સાથે જે લૂંટ થઈ હતી. તે પછીથી AAPનું હવાલાકાંડ ખુલ્યું હતું. હવાલાકાંડનો ચહેરો સૌરભ પારાશર હતો. જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ખાસ છે. અને તેનો બોલતો પુરાવો સામે આવ્યો છે.
બારડોલીના AAPના ઉમેદવાર સાથે લૂંટનો બનાવ
બારડોલીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે લૂંટ થઈ હતી. જેમાં AAPના ઉમેદવારની રાજેન્દ્રભાઇ સોલંકીની સાથે લૂંટનો બનાવ બન્યો હતો. બે બુકાનીધારીઓએ તેમની કારમાંથી પૈસા ભરેલી બેગ લઈને ભાગ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને જેમના આ પૈસા હતા તે રાજેન્દ્ર સોલંકી પણ ફરીયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો સવાલ એ ઉભો થયો હતો કે રાજેન્દ્ર સોલંકી પાસે આટલા પૈસા આવ્યા તો ક્યાંથી? અને તે બાદ આમ આદમી પાર્ટીના હવાલાકાંડનો પર્દાફાશ થયો હતો.
સૌરભ પારાશર ભૂગર્ભમાં
આ હવાલાકાંડનો ચહેરો સૌરભ પારાશર હતો જેની ઓળખ રાજેન્દ્ર સોલંકીના ડ્રાઈવર તરીકે અપાઈ હતી પરંતુ સૌરભ કોઈ ડ્રાઈવર નહી પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ખાસ છે. એ સિવાય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ સૌરભ પારાશરના ખાસ સંબંધ છે. સૌરભ પારાશરની ઓળખના બોલતા પુરાવા ગુજરાત ફર્સ્ટ રજુ કરે છે. સૌરભ પારાશર ભૂગર્ભમાં છે, પોલીસ તેને શોધી રહી છે. AAPએ હંમેશા સૌરભ પારાશરને ઓળખવાનો ઈનકાર કર્યો છે.
બોલતો પુરાવો-1:-
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે સૌરભ પારાશર
બોલતો પુરાવો-2:-
સૌરભ પારાશર ડ્રાઈવર નહી પણ કેજરીવાલની ટીમનો સભ્ય છે
બોલતો પુરાવો-3 :-
પંજાબ AAPના આગેવાન સાથે સૌરભ પારાશર
બોલતો પુરાવો-4 :-
આમ આદમી પાર્ટીનું આઈ-કાર્ડ ધરાવે છે, કેજરીવાલની ટીમનો સભ્ય
હવાલાકાંડ પર કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહની પ્રતિક્રિયા
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાત ફર્સ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ અને બાકીની એજન્સીઓએ આના પર કઠોર કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ જ્યાં સુધી પૈસાના આધારે જે લોકો ચૂંટણી જીતવા નિકળ્યા છે. તે ગુજરાતને ઓળખતા નથી. ગુજરાતની જનતા ક્યારેય રૂપિયાના આધારે ખરીદાઈને મતના આપે. તેનો ભરોસો જીતવો પડે, તેનો વિશ્વાસ જીતવો પડે અને તેનો ભરોસો અને વિશ્વાસ જીતવાનું કામ 27 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે.
આ પણ વાંચો - આમ આદમી પાર્ટીના સૌથી મોટા હવાલાકાંડનો પર્દાફાશ, આખરે ખુલી ગઇ ખુદને ઇમાનદાર ગણાવતી પાર્ટીની પોલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement