Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ન્યુઝ પેપરમાં અમેરિકા, કેનેડાની વર્ક પરમિટ વિઝા આપવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ

અલગ અલગ ન્યુઝ પેપરમાં અમેરિકા (America), કેનેડા (Canada) જેવા દેશોના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી (Fraud) કરતી ટોળકીનો સાયબર ક્રાઇમ એ પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે સુરત થી બે આરોપીની ધરપકડ કરી 15 ગુના નો ભેદ ઉકેલ્યો છે તો બીજી તરફ આરોપી વિરુદ્ધ વધુ ગુના નોંધાશે.4 વર્ષથી લાખ્ખોની છેતરપિંડીઅમદાવાદ સાઇબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણ છે બંને આà
ન્યુઝ પેપરમાં અમેરિકા  કેનેડાની વર્ક પરમિટ વિઝા આપવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ
Advertisement
અલગ અલગ ન્યુઝ પેપરમાં અમેરિકા (America), કેનેડા (Canada) જેવા દેશોના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી (Fraud) કરતી ટોળકીનો સાયબર ક્રાઇમ એ પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે સુરત થી બે આરોપીની ધરપકડ કરી 15 ગુના નો ભેદ ઉકેલ્યો છે તો બીજી તરફ આરોપી વિરુદ્ધ વધુ ગુના નોંધાશે.
4 વર્ષથી લાખ્ખોની છેતરપિંડી
અમદાવાદ સાઇબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણ છે બંને આરોપી મૂળ સુરત વિસ્તારના રહેવાસી છે બન્ને આરોપીએ સાથે મળી છેતરપિંડીનો એવો માર્ગ શોધી કાઢ્યો કે છેલ્લા 4 વર્ષથી લોકો સાથે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. પરંતુ પોલીસ પકડથી દૂર રહ્યા હતા.
આવી રીતે કરતા છેતરપિંડી
અમેરિકા અને કેનેડા જવા ઈચ્છતા લોકોને વર્ક પરમિટ આપવાના બહાને તેમની પાસેથી છેતરપિંડી કરતા હતા. જેમા ભોગ બનનારના બેંક અકાઉન્ટમાં રૂપિયાની ખોટી એન્ટ્રી બતાવવા માટે બીજા ભોગ બનનારના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી અંદાજીત 31 લાખથી વધુની 14 લોકો સાથે છેતરપિંડી કરી છે.
ધરપકડ બાદ હકીકત સામે આવી
પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે હકિકત સામે આવી કે ઉમેશ ચૌહાણ ધોરણ 12 ભલેણ છે અને અગાઉ બેંકમા એકાઉન્ટ ખોલવાની સામાન્ય નોકરી કરતો હતો. જ્યાંથી તે પોતાનુ બેંક અકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શિખ્યો. જે બાદ આરોપી એ વિઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક અકાઉન્ટ ખોલાવી તેમના નામના સિમકાર્ડ પણ મેળવી લેતો હતો.
14 ગુનાની હકીકત તપાસી
જે બાદ ફોન હેક કરી ફરિયાદીના તમામ રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે પડાવી છેતરપિંડી આચરતો હોવાનુ સામે આવ્યુ છે સાથે જ પોલીસે 14 ગુનામાં ભોગબનનારની હકિકત તપાસી ત્યારે સામે આવ્યુ કે તમામ ગુનામા અન્ય ભોગ બનનારના બેંક અકાઉન્ટ અને સિમકાર્ડનો ઉપયોગ થયો છે. જેથી આરોપી નાસતો ફરતો રહ્યો હતો.
લોકેશનના આધારે ઝડપાયો
સાયબર ક્રાઇમે CID ક્રાઈમની સાથે મળી 14 ગુનાની હકિકત અંગે તપાસ કરતા સુરતનો એક વિસ્તાર લોકેટ થયો. જ્યાં બન્ને આરોપીની સતત ચહલપહલ રહેતી હતી. સાથે જ સિમકાર્ડના લોકેશનના આધારે તપાસ કરી પોલીસે આરોપી ને તેના અવાજ અને વાત કરવાની રીત થઈ ઝડપી પાડ્યો.
મોડસઓપરેન્ડી
સાયબર ક્રાઇમે બન્ને આરોપી ની ધરપકડ બાદ ગુનાની મોડસઓપરેન્ડી સમજવા માટે પુછપરછ શરૂ કરી ત્યારે હકિકત સામે આવી કે આરોપી ન્યુઝ પેપર મા જાહેરાત આપવા માટે પણ મુંબઈ ના એક યુવક નો ઓનલાઈન સંપર્ક કર્યો હતો.. જે યુવક ને ક્યારેય આરોપી ને મળ્યા નથી. પરંતુ તેને રૂપિયા અલગ અલગ ભોગ બનનાર ના ખાતા મા રૂપિયા પહોચી જતા હતા.. જેથી  આગુનામા સાયબર ક્રાઇમે આરોપી ના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×