Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારને ચૂંટણી પ્રચારમાં થયો કડવો અનુભવ, સ્થાનિકોએ કર્યો વિરોધ

કોંગ્રેસ પક્ષના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ચૂંટણી પ્રચારમા થયો કડવો અનુભવગોમતીપુરમાં ચૂંટણીમાં પ્રચારમાં ગયેલા શૈલેષ પરમારનો સ્થાનિકોએ કર્યો વિરોધછેલા પાંચ વર્ષમાં દેખાયા ન હોવાનું કહી સ્થાનિકોએ કર્યો વિરોધપ્રચારના સ્ટેજ પર શૈલેષ પરમારની હાજરીમાં જ સ્થાનિકે કહ્યું કે જે વાયદાઓ કર્યા તેમાંથી એક પણ વાયદો પુરો ન કર્યોકોઈ પણ પ્રકારના પ્રજાકીયને વિકાસના કોઈ કામ નàª
કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારને ચૂંટણી પ્રચારમાં થયો કડવો અનુભવ  સ્થાનિકોએ કર્યો વિરોધ
  • કોંગ્રેસ પક્ષના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ચૂંટણી પ્રચારમા થયો કડવો અનુભવ
  • ગોમતીપુરમાં ચૂંટણીમાં પ્રચારમાં ગયેલા શૈલેષ પરમારનો સ્થાનિકોએ કર્યો વિરોધ
  • છેલા પાંચ વર્ષમાં દેખાયા ન હોવાનું કહી સ્થાનિકોએ કર્યો વિરોધ
  • પ્રચારના સ્ટેજ પર શૈલેષ પરમારની હાજરીમાં જ સ્થાનિકે કહ્યું કે જે વાયદાઓ કર્યા તેમાંથી એક પણ વાયદો પુરો ન કર્યો
  • કોઈ પણ પ્રકારના પ્રજાકીયને વિકાસના કોઈ કામ નથી કરેલ તેમ કહી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચુક્યું છે. ત્યારે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વ્યસ્ત દેખાઇ રહી છે. તો ઘણા નેતાઓ ચૂંટણી પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ પાર્ટીના ચૂંટણી પ્રચાર પ્રસાર માટે તૈયાર જોવા મળ્યા. જોકે, તેમને ચૂંટણી પ્રચાર સમયે જ એક કડવો અનુભવ થયો છે. 
ગોમતીપુરમાં કોંગ્રેસ MLA શૈલેષ પરમારનો વિરોધ
કોંગ્રેસ પાર્ટીની દાણીલીમડાની બેઠક પરથી બે વખત વિધાનસભાની ચૂંટણી લડી અને જીતનાર શૈલૈષ પરમાર ગોમતીપુરમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા. આ દરમિયાન તેમનો સ્થાનિકો વિરોધ શરૂ કર્યો હતો. પ્રચાર દરિમયાન જે સ્ટેજ પરથી તેઓ જનતાને સંબોધવાના હતા ત્યાથી જ એક સ્થાનિક યુવાને તેમનો વિરોધ શરૂ કર્યો અને કહ્યું કે, શૈલેષ પરમાર છેલ્લા 5 વર્ષમાં દેખાયા નથી. જે પણ તેમના દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા શું તે વાયદાઓમાંથી એક પણ વાયદો તેમણે પૂર્ણ કર્યો છે. આ સાથે તે યુવાને કહ્યું કે, ધારાસભ્ય શૈલેષ પરમારે ક્યારે પણ પ્રજાકીય વિકાસના કોઇ કામ કર્યા નથી. 
Advertisement

સ્ટેજ પર ચઢી યુવાને કર્યા સવાલો
આ વિરોધ આ યુવાને શૈલેષ પરમાર જે સ્ટેજ ઉપર ઉભા હતા ત્યાથી જ અને તેમના ખભા પર હાથ રાખીને કર્યો હતો. વળી મળી રહેલી માહિતી અનુસાર, યુવાન દ્વારા કરવામાં આવેલા સવાલો પર શૈલેષ પરમાર પોતે પણ ચોંકી ગયા હતા. સામાન્ય રીતે નેતાઓને પોતાના વખાણ સાંભળવામાં વધુ રસ હોય છે ત્યારે જો જનતામાંથી કોઇ તેમનો વિરોધ કરે અથવા કોઇ તેમને તેમના કામ અંગે સૂચન કરે ત્યારે કેવો કડવો અનુભવ થાય છે તે તેમના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટપણે સમજી શકાતું હતું. 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે. કોંગ્રેસે ગત રાત્રિએ બીજી યાદી જાહેર કરી હતી. જોવાની વાત એ છે કે, રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ગત રાત્રિએ કોંગ્રેસે બીજી યાદી પણ જાહેર કરી દીધી છે, પરંતુ હજી સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી શું 2017 જેવું પ્રદર્શન કરી શકશે તે હવે જોવું રહ્યું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.