ભાજપે 160 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કયા ઉમેદવારોને કરાયા રિપિટ
ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડવાના છે ..ભાજપે આ વખતે યુવા ચહેરાઓને તક આપી છે પરંતુ સાથે સાથે નો-રિપિટ ફોર્મ્યુલા પડતી મુકી છે.પ્રથમ યાદીમાં જે 160 ઉમેદવારોના નામ આવ્યા છે તેમાંથી 69 ઉમેદવાર રિપિટ થયા છે.મોરબીમાં કાંતિ અમૃતિયાને વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ મળી છે. મોરબીમાં તાજેતરમાં પૂલ તૂટી
08:09 AM Nov 10, 2022 IST
|
Vipul Pandya
ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડવાના છે ..ભાજપે આ વખતે યુવા ચહેરાઓને તક આપી છે પરંતુ સાથે સાથે નો-રિપિટ ફોર્મ્યુલા પડતી મુકી છે.પ્રથમ યાદીમાં જે 160 ઉમેદવારોના નામ આવ્યા છે તેમાંથી 69 ઉમેદવાર રિપિટ થયા છે.મોરબીમાં કાંતિ અમૃતિયાને વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ મળી છે. મોરબીમાં તાજેતરમાં પૂલ તૂટી પડવાની ઘટનામાં કાંતિ અમૃતિયાએ નદીમાં કૂદી જઇને પોતાનો જીવ જોખમમાં મુકી બચાવ કામગીરી કરી હતી..અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા. ચાલો નજર કરીએ એ ચહેરાઓ પર જેમને આ વખતે ભાજપ દ્વારા રિપિટ કરવામાં આવ્યા છે.
ભાજપના ઉમેદવારોની યાદી
આ ચહેરા કરાયા રિપિટ
અબડાસા- છબિલભાઇ પટેલ
ગાંધીધામ- માલતીબેન મહેશ્વરી
દિયોદર - કેશાજી ચૌહાણ
કાંકરેજ - કિરિટસિંહ વાઘેલા
ચાણસ્મા - દિલિપકુમાર ઠાકોર
વિસનગર - ઋષિકેશ પટેલ
વિજાપુર - રમણભાઇ પટેલ
ભિલોડા - પી.સી.બારાંદા
મોડાસા - ભીખુસિંહ પરમાર
બાયડ - અદેસિંહ ચૌહાણ
પ્રાંતિજ - રાજેન્દ્રસિંહ પરમાર
દહેગામ - બલરાજસિંહ ચૌહાણ
સાણંદ - કનુભાઇ પટેલ
ઘાટલોડિયા - ભૂપેન્દ્રભાઇ પટેલ
નિકોલ - જગદીશ પંચાલ
અમરાઇવાડી - હસમુખભાઇ પટેલ
જમાલપુર-ખાડિયા - ભૂષણ અશોક ભટ્ટ
દસક્રોઇ - બાબુ જમના પટેલ
ધંધુકા - કાળુભાઇ ડાભી
લિમડી - કિરીટસિંહ રાણા
વાંકાનેર - જીતેન્દ્ર સોમાણી
જસદણ - કુંવરજી બાવળીયા
ગોંડલ - ગીતાબા જાડેજા
જેતપુર - જયેશ રાદડિયા
જામનગર (ગ્રામ્ય) - રાઘવજી પટેલ
જામજોધપુર - ચિમનભાઇ સાપરીયા
દ્વારકા - પબુભા માણેક
પોરબંદર - બાબુ બોખરિયા
કેશોદ - દેવાભાઇ માલમ
માંગરોળ - ભગવાનજીભાઇ કરગટીયા
રાજુલા - હીરાભાઇ સોલંકી
તળાજા - ગૌતમભાઇ ચૌહાણ
ગારિયાધાર - કેશુભાઇ નાકરાણી
પાલિતાણા - ભીખાભાઇ બારૈયા
ભાવનગર ગ્રામ્ય - પરષોતમ સોલંકી
ભાવનગર પશ્ચિમ - જીતુભાઇ વાઘાણી
બોરસદ - રમણભાઇ સોલંકી
ઉમરેઠ - ગોવિંદ પરમાર
આણંદ - યોગેશ પટેલ
સોજીત્રા - વિપુલકુમાર પટેલ
નડિયાદ - પંકજ દેસાઇ
બાલાસિનોર - માનસિંહ ચૌહાણ
સંતરામપુર - કુબેરભાઇ ડિંડોર
શહેરા - જેઠાભાઇ આહિર
ગોધરા - સી.કે.રાઉલજી
હાલોલ - જયદ્રથસિંહ પરમાર
ફતેપુરા - રમેશભાઇ કટારા
લિમખેડા - શૈલેષભાઇ ભાભોર
દાહોદ - કનૈયાલાલ કિશોરી
દેવગઢ બારિયા - બચુભાઇ ખાબડ
સાવલી - કેતન ઇનામદાર
સંખેડા - અભેસિંહ તાડવી
ડભોઇ - શૈલેષ પટેલ'સોટ્ટા'
વડોદરા શહેર - મનિષા વકીલ
વાગરા - અરુણસિંહ રાણા
અંકલેશ્વર - ઇશ્વરસિંહ પટેલ
ઓલપાડ - મુકેશ પટેલ
માંગરોળ - ગણપત વસાવા
સુરત (પૂર્વ) - અરવિંદ રાણા
સુરત (ઉત્તર) - કાંતિભાઇ બાલાર
વરાછા માર્ગ - કુમારભાઇ કાનાણી
કારંજ - પ્રવિણભાઇ ઘોઘારી
લિંબાયત - સંગીતા પાટીલ
મજુરા - હર્ષ સંઘવી
કતારગામ - વિનોદભાઇ મોરડિયા
સુરત પશ્ચિમ - પુર્ણેશ મોદી
બારડોલી - ઇશ્વરભાઇ પરમાર
મહુવા - મોહનભાઇ ધોડિયા
ડાંગ - વિજયભાઇ પટેલ
જલાલપોર - આર.સી.પટેલ
ગણદેવી - નરેશ પટેલ
ધરમપુર - અરવિંદ પટેલ
વલસાડ - ભરત પટેલ
પારડી - કનુભાઇ દેસાઇ
ઉમરગામ - રમણલાલ પાટકર
મહત્વપૂર્ણ છે કે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે ત પહેલાજ બુધવારે ભાજપના જૂના જોગીઓ એવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article