Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમરાવતીમાં ઉદયપુરની ઘટનાનું પુનરાવર્તન ? NIA તપાસ માટે પહોંચી

મહારાષ્ટ્રના અમરાવતીમાં ગત 22 જૂને એક 50 વર્ષીય કેમિસ્ટની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ અમરાવતી પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને તે નૂપુર શર્માને સપોર્ટ કરતો હતો. ચર્ચાતી વિગતો મુજબ હત્યા પાછળનું કારણ એ હોઈ શકે છે કે તે વ્યક્તિએ તાજેતરમાં જ ફેસબુક પર નુપુરના સમર્થનમાં એક પોસ્ટ લખી હતી.બીજી તરફ  NIAની એક ટીમ àª
અમરાવતીમાં ઉદયપુરની ઘટનાનું પુનરાવર્તન   nia તપાસ માટે પહોંચી
મહારાષ્ટ્રના અમરાવતીમાં ગત 22 જૂને એક 50 વર્ષીય કેમિસ્ટની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ અમરાવતી પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને તે નૂપુર શર્માને સપોર્ટ કરતો હતો. ચર્ચાતી વિગતો મુજબ હત્યા પાછળનું કારણ એ હોઈ શકે છે કે તે વ્યક્તિએ તાજેતરમાં જ ફેસબુક પર નુપુરના સમર્થનમાં એક પોસ્ટ લખી હતી.
બીજી તરફ  NIAની એક ટીમ આ મામલાની તપાસ માટે આજે અમરાવતી પહોંચી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે  આરોપીઓએ જણાવ્યું છે કે તેઓએ એક વ્યક્તિના કહેવા પર આ ઘટનાને અંજામ આપ્યો છે. હાલ પોલીસ  માસ્ટર માઇન્ડને શોધી રહી છે. મામલાની તપાસ માટે એટીએસની ટીમ પણ જોતરાઇ છે. 
વેપારીની હત્યા બાદ સ્થાનિક લોકો ઉશ્કેરાયા છે. કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે પોલીસ આ બાબતને વધુ બહાર આવવા દેતી નથી. પહેલા દિવસે પોલીસે લૂંટનો મામલો હોવાનું કહીને મામલો દબાવી દીધો હતો, પરંતુ આજે NIA તપાસ માટે પહોંચી છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં ગયા અઠવાડિયે 22 જૂને એક વેપારીની હત્યાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. જીવ ગુમાવનાર વ્યક્તિની ઉંમર 50 વર્ષની હતી અને તે મેડિકલ ડિવાઇસનો બિઝનેસ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિનું નામ ઉમેશ કોલ્હે છે. હુમલાખોરોએ કોલ્હે પર હુમલો કરીને તેમનું ગળું કાપી નાખ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.