Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બીજા તબક્કાના મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો આ તબક્કાના મતદાન સાથે જોડાયેલી તમામ માહિતી

રાજ્યના શહેરી વિસ્તારોમાં રહેતા મતદારોને ઉદાસીનતા ખંખેરી ઉત્સાહપૂર્વક મત આપવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતીએ અપીલ કરી છે.તેમણે કહ્યું કે જો પ્રથમ તબક્કામાં શહેરી મતદારોએ મતદાનમાં ઉત્સાહ દર્શાવ્યો હોત તો રેકોર્ડ બ્રેક મતદાન થઇ શક્યુ હોત. 14 જિલ્લાઓમાં મતદાન યોજાશે5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે.. સવારે આઠ વાગ્યાથી લઇને સાંà
બીજા તબક્કાના મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ  જાણો આ તબક્કાના મતદાન સાથે જોડાયેલી તમામ માહિતી
રાજ્યના શહેરી વિસ્તારોમાં રહેતા મતદારોને ઉદાસીનતા ખંખેરી ઉત્સાહપૂર્વક મત આપવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતીએ અપીલ કરી છે.તેમણે કહ્યું કે જો પ્રથમ તબક્કામાં શહેરી મતદારોએ મતદાનમાં ઉત્સાહ દર્શાવ્યો હોત તો રેકોર્ડ બ્રેક મતદાન થઇ શક્યુ હોત. 
14 જિલ્લાઓમાં મતદાન યોજાશે
5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે.. સવારે આઠ વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી મતદાન થઇ શકશે. બીજા તબક્કામાં કુલ 14 જિલ્લાઓમાં મતદાન યોજાશે..આ 14 જિલ્લાની  કુલ 93 જેટલી બેઠકો માટે મતદાન થશે. કેટેગરીવાઇઝ નજર કરીએ તો આ 93 બેઠકો પૈકી 74 બેઠકો જનરલ છે.. જ્યારે 13 અનુસૂચિત જનજાતિ માટે અને 06 અનુસૂચિત જાતિ માટે અનામત છે. બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.જેમાં 764 પુરુષ ઉમેદવાર છે, અને 69 મહિલા ઉમેદવાર છે. 
બીજા તબક્કાના કુલ મતદારોના આંકડા પર નજર કરીએ તો કુલ 2 કરોડ, 51લાખ, 58 હજાર, 730 જેટલા મતદારો છે... જેમાંથી 1 કરોડ, 29 લાખ, 26 હજાર  501 પુરુષ મતદારો અને 1 કરોડ, 22 લાખ, 31 હજાર, 335 મહિલા ઉમેદવારો છે. જ્યારે 894 ત્રીજી જાતિના મતદારો છે. 
5 હજારથી વધુ મતદારો 99 વર્ષથી વધુ વયના 
બીજા તબક્કાના મતદારોમાં 5 હજાર 412 ઉમેદવારો એવા છે જે 99 વર્ષથી વધુ વયના છે જ્યારે એનઆરઆઇ મતદારોની સંખ્યા 660 છે. બીજા તબક્કામાં કુલ 14,975 મતદાન સ્થળો પર 26,409  મતદાન મથકો પર મતદાન યોજાશે
મહત્વપૂર્ણ છે કે પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન થયું હતું.. પ્રથમ તબક્કામાં ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ મતદાન ડેડિયાપાડામાં થયું હતું જયાં 82.71 ટકા મતદાન નોંધાયું હતું.  
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.