Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AAP એ જ રાજ્યમાં સફળ થાય છે જ્યા BJP નથી હોતી, ભાજપ અહીં છે... : BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે ગુજરાત ફર્સ્ટની Exclusive વાતચીત...ગુજરાતમાં ફરી બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે....આમ આદમી પાર્ટી બધા જ રાજ્યોમાં અસફળ રહી જ્યાં ભાજપનું શાસન છે.. ..કોંગ્રેસ સામે અમારી લડાય છે....અમે વિપક્ષી પાર્ટીઓ ને ઓછી નથી આકતા...ભાજપ મોટી પાર્ટી છે જેથી થોડીઘણી નારાજગી હોય પણ આખરે બધા કમળ માટે કામ કરે છે....ગુજરાતમાં ભાજપ બધા જ રેકોર્ડ તોડીને ભવ્ય જીત હાંસલ કરશે....ગુ
05:41 AM Nov 19, 2022 IST | Vipul Pandya
  • ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે ગુજરાત ફર્સ્ટની Exclusive વાતચીત...
  • ગુજરાતમાં ફરી બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે....
  • આમ આદમી પાર્ટી બધા જ રાજ્યોમાં અસફળ રહી જ્યાં ભાજપનું શાસન છે.. ..
  • કોંગ્રેસ સામે અમારી લડાય છે....
  • અમે વિપક્ષી પાર્ટીઓ ને ઓછી નથી આકતા...
  • ભાજપ મોટી પાર્ટી છે જેથી થોડીઘણી નારાજગી હોય પણ આખરે બધા કમળ માટે કામ કરે છે....
  • ગુજરાતમાં ભાજપ બધા જ રેકોર્ડ તોડીને ભવ્ય જીત હાંસલ કરશે....
  • ગુજરાત અને હિમાચલ બંને રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી રહી છે...
ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આક્રમક અભિયાન શરૂ કર્યું હતું, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત 26 રાષ્ટ્રીય નેતાઓએ 56 જાહેર સભાઓને સંબોધી હતી. વળી આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત ફર્સ્ટ સાથે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને સવાલોના જવાબ આપ્યા હતા. તો ચાલો જાણીએ શું વિચારે છે જે.પી.નડ્ડા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે...
ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે ગુજરાત ફર્સ્ટે Exclusive વાતચીત કરી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાવાની છે તે પહેલા ઘણા ભાજપના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં સભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે આજે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે ગુજરાત ફર્સ્ટે Exclusive વાતચીત કરી હતી.
1. ગુજરાત ફર્સ્ટે જ્યારે ભાજપના અધ્યક્ષને સવાલ કર્યો કે, ગુજરાતમાં હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, ગુજરાતનો માહોલ મને એક તરફો જ લાગી રહ્યો છે. રાજ્યની જનતાનો PM મોદીને જેવો પ્રેમ અને આશિર્વાદ મળતો આવ્યો છે તેવો જ આશિર્વાદ આ વખતે એકવાર ફરી રાજ્યની જનતા ભાજપને આપશે. જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કામ કર્યું છે તે જોતા કહી શકાય કે ગુજરાતની એક વિકાસની ગાથા લખી શકાય છે. આ જોતા જ જનતા પોતાનો આશિર્વાદ આપવા માટે આતુર છે અને તેથી મને લાગી છે કે આ વખતની ચૂંટણી એક તરફી જ રહેવાની છે. 
2. આ વર્ષે જ્યારે વિધાનસભાની ટિકિટ આપવામાં આવી તે પછી તમારા ઘણા ધારાસભ્ય કે જેમાથી કોઇએ અપક્ષ ઉમેદવારી ફરી તો કોઇ વિરોધ કરવા કમલમ પહોંચ્યા, શું તમને લાગે છે કે આ ડેમેજ જે કંટ્રોલ ન થઇ શક્યું તેના કારણે પરિણામ ભોગવવું પડી શકે છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, મને ચૂંટણી પૂર્વે જ્યારે ટિકિટ આપવામાં આવે છે તે પહેલા આ સવાલો થાય છે. ભાજપ લોકો વચ્ચેથી નીકળેલી પાર્ટી છે. એક કેડરબેસ પાર્ટી છે, એક આઈડિયોલોજિકલ બેસ પાર્ટી છે. આ એક મોટું કુટુંબ છે, ઘણીવાર નાના કુટુંબમાં પણ મત અલગ-અલગ હોય છે. પ્રજાતાત્રિક રીતે લોકો પોતાનો મત રાખતા રહે છે અને આ મોટા કુટુંબને સંભાળવાની વ્યવસ્થા પણ ભાજપમાં છે. બીજો વાત એ છે કે, અંતમાં લોકો કમલના નિશાન સાથે જ જાય છે અને તે જ અમારી તાકત છે. પરિણામ આવ્યા પછી તમને ખ્યાલ આવશે કે બધુ એજ થઇ રહ્યું છે જે અમે કહીને ગયા.
3. AAP સાથે લડાઇ કે કોંગ્રેસ સાથે લડાઈ? જેના જવાબમાં તેમણે કહ્યું કે, તેમનો પહેલા રેકોર્ડ જોઇ લો. તેઓ લડવા ગયા હતા વારાણસીમાં જ્યારે તેમણે શરૂઆત કરી હતી. ત્યા તેઓને કાશિની જનતાએ સમજાવી દીધા હતા. તે પછી દિલ્હીમાં આવીને રોતા ભરતા હતા, માફી માંગતા ભરતા હતા. તે પછી તેઓ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા ગયા. 350 બેઠકો પર ઓન રેકોર્ડ લડવા ગયા અને 349 બેઠકો પર જમાનત જપ્ત કરાવી દીધી. ત્યારબાદ તેઓ ગયા ઉત્તરાખંડમાં જ્યા તેઓ 69 બેઠકો પર ચૂંટણી લડ્યા. તેમાથી તેઓએ 65 બેઠકો પર જમાનત જપ્ત કરાવી દીધી. પછી તેઓ ગોવામાં તેઓ ગયા અને ત્યા તેમણે 39 બેઠકો પર ચૂંટણી લડી. તેમાથી તેમણે 35 બેઠકો પર જમાનત જપ્ત કરાવી દીધી. જ્યા જાઓ ત્યા બેનર-બેનર, એડવર્ટાઈઝમેન્ટ. હવે પંજાબની જાહેરાત ગુજરાતમાં શું કરે છે. ભગવંત માનનું ગુજરાત સાથે શું લેવા દેવા છે. પરંતું સરકાર પૈસાનો દૂરપયોગ કરી તેઓ જાહેરાત કરે છે. તેવી જ રીતે તેઓ દિલ્હીની જાહેરાત અહી બતાવી રહ્યા છે, તો આ બેનરબેસ પાર્ટી છે અને અમે કેડરબેસ પાર્ટી છીએ. અહી પણ તેમની જમાનત જપ્ત થવાની છે.
4. AAP દિલ્હી અને પંજાબમાં સફળ થયા શું ગુજરાતમાં પણ ? જેના જવાબમાં તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ત્યા જ ચૂંટણી જીતે છે જ્યા ભાજપ હોતી નથી. હું તમને ભાજપનો રેકોર્ડ બતાવી રહ્યો છું. અમે અહીં જીતીશું અને મજબૂતાઇથી જીતીશું. 
આ પણ વાંચો - ઈમાનદારીનો એક છાંટો પણ AAPમાં નથી, દેશના ફ્રોડ લોકો તેમાં ભેગા થયા છે : ગૃહ રાજ્યમંત્રીશ્રી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPAssemblyElectionAssemblyElection2022BJPBJPPresidentElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstJPNadda
Next Article