દેવગઢ બારીયામાં AAPને ઝટકો, 40 કાર્યકરો BJPમાં જોડાયા
દાહોદની (Dahod)દેવગઢ બારીયા (Devgarh Baria)વિધાનસભા 134 બેઠક ઉપર રાજકીય ગરમાવો આવ્યો છે. AAPના કાર્યકર્તાઓએ ભાજપનો (BJP)કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ધાનપુર તાલુકાના પાવ ગામના 40 જેટલા AAPના કાર્યકરો આપને રામ રામ કરી કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવ્યો છે. મતદાનને આડે હવે બે દિવસનો જ સમય બાકી છે ત્યારે કાર્યકરોએ પાર્ટી છોડતા રાજકારણ ગરમાયું છે.પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણપ્રથમ à
દાહોદની (Dahod)દેવગઢ બારીયા (Devgarh Baria)વિધાનસભા 134 બેઠક ઉપર રાજકીય ગરમાવો આવ્યો છે. AAPના કાર્યકર્તાઓએ ભાજપનો (BJP)કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ધાનપુર તાલુકાના પાવ ગામના 40 જેટલા AAPના કાર્યકરો આપને રામ રામ કરી કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવ્યો છે. મતદાનને આડે હવે બે દિવસનો જ સમય બાકી છે ત્યારે કાર્યકરોએ પાર્ટી છોડતા રાજકારણ ગરમાયું છે.
પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ
પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે તો બીજી તરફ બીજા તબક્કાના મતદાન પહેલા તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો આજે પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઓચિંતી મુલાકાત રાજકારણ ગરમાયું છે. સીઆર પાટીલે ભાજપના સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તમને જણાવી દઈએ કે, બીજા ચરણમાં પંચમહાલ જિલ્લામાં મતદાન યોજવાનું છે. આ બેઠકમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપની સ્થિતિ અંગેની જાણકારી મેળવી તેમજ જરૂરી સૂચનો પણ સીઆર પાટીલે આપ્યા હતા. હવાઈ માર્ગે આવેલા ગોધરા આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક પદાધિકારીઓ સાથે 1 કલાક સુધી બેઠક કરી હતી. જો કે આ સમગ્ર બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું.
પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. જે 2017ની તુલનામાં 5.44 ટકા ઓછુ છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement