Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુઓ પંજાબમાં કોણ બનશે અ’સરદાર’ ? ઉત્તરાખંડ અને ગોવામાં પણ ખરાખરીની ટક્કર

ઉત્તર પ્રદેશમાં 7 માર્ચે ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયું છે. અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થતાં જ યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના એક્ઝિટ પોલ સામે આવવા લાગ્યા છે. આ સાથે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કે કયો પક્ષ કયા રાજ્યમાં સરકાર બનાવી શકે છે. પાંચેય રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.  એક્ઝિટ
જુઓ પંજાબમાં કોણ બનશે અ rsquo સરદાર rsquo    ઉત્તરાખંડ અને ગોવામાં
પણ ખરાખરીની ટક્કર

ઉત્તર પ્રદેશમાં 7 માર્ચે ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન
પુર્ણ થઇ ગયું છે. અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થતાં જ યુપી
, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના એક્ઝિટ પોલ સામે આવવા લાગ્યા છે. આ સાથે ચિત્ર
લગભગ સ્પષ્ટ થઈ જશે કે કયો પક્ષ કયા રાજ્યમાં સરકાર બનાવી શકે છે. પાંચેય રાજ્યો
ઉત્તર પ્રદેશ
,
ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.  એક્ઝિટ પોલ પરથી એ સ્પષ્ટ નથી થઈ
શકતું કે ક્યા રાજ્યમાં કયો પક્ષ સરકાર બનાવી રહ્યો છે
, પરંતુ અનુમાન ચોક્કસ લગાવી શકાય છે કે
ક્યા રાજ્યમાં કયો પક્ષ સત્તામાં આવે તેવી શક્યતા છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવી હતી. તો
બીજી તરફ પંજાબમાં કોંગ્રેસે સરકાર બનાવી હતી. આ વખતે એટલે કે 2022માં આ રાજ્યોમાં
કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

Advertisement


પંજાબમાં આપની સરકાર!

Advertisement

એક્ઝિટ પોલ પ્રમાણે પંજાબમાં આમ આદમી
પાર્ટીની સરકાર બની શકે છે. પંજાબમાં આપને
70 સીટ મળવાની આશા છે. કોંગ્રેસને 19થી 31, અકાલી દળને 7થી 11, ભાજપ ગંઠબંધનને 1થી 7 અને અન્યને 2-2 બેઠકો મળી શકે છે.


Advertisement

ઉત્તરાખંડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર!

છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર
બનાવી હતી. સવાલ એ છે કે શું ભાજપ આ વલણને તોડશે કે સત્તા તેના હાથમાંથી સરકી જશે.
આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. પહેલીવાર આમ આદમી પાર્ટી પણ
પડકારમાં છે. જો કે સાચી ખબર તો 1
0મી માર્ચે પરિણામના દિવસે જ 
ખબર પડશે.
ટાઈમ્સ નાઉ અને વીટોના એક્ઝિટ પોલ મુજબ ઉત્તરાખંડમાં 70
સીટો માટે હરીફાઈ થઈ શકે છે. અહીં ભાજપને 37
, કોંગ્રેસને 31, AAPને એક અને અન્યને
પણ એક બેઠક મળી શકે છે. તો સામે
ABV
CVoter
અનુસાર ઉત્તરાખંડમાં
ભાજપને 26-32
, કોંગ્રેસને 32-38,
AAP
ને 0-2 અને અન્યને 3-7 બેઠકો મળી શકે
છે.

 

મણિપુરમાં ભાજપની સરકાર!

ઝી ન્યૂઝના સર્વે અનુસાર મણિપુરમાં ભાજપને 32-38, કોંગ્રેસ+ 12-17, NPFને 3-5, NPPને 2-4 અને અન્યને
2-5 બેઠકો મળી શકે છે.

 

ગોવામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર!

ગોવામાં વિધાનસભાની 40 સીટો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના
પરિણામ દર વખતે રસપ્રદ રહ્યા છે. કેટલીય પાર્ટીઓ મામૂલ આંકડાથી સરકાર બનતા ચૂકી ગઈ
છે. તો ઘણી વાર ઓછા ધારાસભ્યો હોવા છતાં પણ સરકાર બનાવવામાં સફળ રહ્યા છે.
ઝી ન્યૂઝના સર્વે અનુસાર ગોવામાં ભાજપને 13થી 18, કોંગ્રેસ+ 14થી 19, MGP+ 2થી 5, AAPને 1થી 3 અને
અન્યને 1થી 3 બેઠકો મળી શકે છે.

 

Tags :
Advertisement

.