Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ત્રીજો પક્ષ આવશે મેદાને? જાણો કોણ કરી રહ્યું છે તૈયારી

2 મહિનામાં ભારતના મહમહિંમ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવા જઈ રહી છે. આ ચૂંટણીને લઇને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ આ દિવસોમાં ત્રીજો મોરચો બનાવવા માટે વ્યસ્ત છે. આ અંગે તેમણે બેઠક પણ યોજી છે અને ઘણા નેતાઓ સાથે મુલાકાત પણ કરવાના છે.  જુલાઈ મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તે ત્રીજો પક્ષ તૈયાર કરવા માંગે છે. રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેà
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ત્રીજો પક્ષ આવશે મેદાને   જાણો કોણ કરી રહ્યું છે તૈયારી
2 મહિનામાં ભારતના મહમહિંમ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવા જઈ રહી છે. આ ચૂંટણીને લઇને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ આ દિવસોમાં ત્રીજો મોરચો બનાવવા માટે વ્યસ્ત છે. આ અંગે તેમણે બેઠક પણ યોજી છે અને ઘણા નેતાઓ સાથે મુલાકાત પણ કરવાના છે.  જુલાઈ મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તે ત્રીજો પક્ષ તૈયાર કરવા માંગે છે. રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવારને પડકારવા માંગે છે.  KCR સતત વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે.  NDAના સહયોગી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને પણ આ મોરચામાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
KCRએ ગઈકાલે ઘણા વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા.  દિલ્હીની શાળાઓ અને મોહલ્લા ક્લિનિક્સની મુલાકાત લીધી હતી. તેઓ સમાજવાદી પાર્ટીના નેતા અને યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા અખિલેશ યાદવને પણ મળ્યા હતા. KCR રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિન-કોંગ્રેસી અને બિન-ભાજપ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું વિચારી રહ્યા છે. જે ત્રીજા મોરચામાંથી હોવા જોઈએ.
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને પણ મળશે
KCR 26 મેના રોજ બેંગલુરુમાં જનતા દળ સેક્યુલરના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને પણ મળશે. 2019ની સામાન્ય ચૂંટણીમાં, KCRએ બિન-ભાજપ મોરચા માટે દેવેગૌડાને સમર્થન આપ્યું હતું.  દેવેગૌડાએ પણ KCRને ભાજપ અને સાંપ્રદાયિક શક્તિઓ સામેની લડાઈ માટે અભિનંદન આપ્યા હતા. તો આ બાબતે રાવના સાથીદારોનું કહેવું છે કે જો કોંગ્રેસ અમને સમર્થન આપવા માંગે છે તો કરી શકે છે. અમે દરેકની પસંદગીના ઉમેદવારને મેદાનમાં ઉતારીશું.
26 મેના રોજ દેવેગૌડાને મળ્યા બાદ KCR 28 મેના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મળશે. રાવ તે તમામ નેતાઓને મળી રહ્યા છે જેઓ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા નથી.  2019ની ચૂંટણીના એક વર્ષ પહેલા માર્ચ 2018ના મહિનામાં તેઓએ કોલકાતામાં ફેડરલ ફ્રન્ટ ખોલવાના વિચાર પર એકબીજાને ટેકો આપ્યો હતો. જાન્યુઆરી 2019માં મમતા બેનર્જીએ કોલકાતામાં સંયુક્ત ભારત રેલીનું આયોજન કર્યું જેમાં તમામ મુખ્ય વિરોધ પક્ષોએ ભાગ લીધો. જો કે 4 મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ઔપચારિક ગઠબંધન થયું ન હતું.
મમતા બેનર્જીને મળ્યા બાદ KCR  નીતીશ કુમારને પણ મળશે. નીતીશ કુમાર  બિહારમાં ભાજપના સમર્થનથી સરકાર ચલાવી રહ્યા છે. આ સાથે તેઓ આ મહિનાના અંતમાં આરજેડી પ્રમુખ તેજસ્વી યાદવને મળશે.  રાવે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે પણ ચર્ચા કરી છે.  કારણ કે KCR સારી રીતે જાણે છે કે ત્રીજા મોરચાને મજબૂત કરવા માટે પટનાયકનું સમર્થન ખૂબ જ જરૂરી છે.
Advertisement
Tags :
Advertisement

.