Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: હવે લાંચ લીધી તો ગયા સમજો! આવી રહ્યું છે નવું બીલ?

રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓની હવે ખેર નથી! ભ્રષ્ટ અધિકારીઓ પર ચાલશે 'દાદા'નો દંડો હવે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત થશે જપ્ત Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓની સતત વધી રહ્યા છે, તેમની સામે યોગ્ય કાર્યવાહી થઈ હોવાના ઘણા ઓછા અથવા એમ કહો કે, નહીંવત...
gujarat  હવે લાંચ લીધી તો ગયા સમજો  આવી રહ્યું છે નવું બીલ
  1. રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓની હવે ખેર નથી!
  2. ભ્રષ્ટ અધિકારીઓ પર ચાલશે 'દાદા'નો દંડો
  3. હવે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત થશે જપ્ત

Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓની સતત વધી રહ્યા છે, તેમની સામે યોગ્ય કાર્યવાહી થઈ હોવાના ઘણા ઓછા અથવા એમ કહો કે, નહીંવત દાખલા છે. અમદાવાદમાં ફરી એક ઉચ્ચ કક્ષાનો અધિકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આ સાથે તે અધિકારીના ઘરે તપાસ કરવામાં આવતા 73 લાખ રોકડા અને 4.5 લાખના સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. એક અધિકારીના ઘરેથી આખરે આટલી મોટી રકમ રોકડમાં ક્યાંથી આવી? સ્વાભાવિક છે કે, તે અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો જ આટલી રકમ આવી હોય!

Advertisement

આ પણ વાંચો: Surat : બાળકોને સ્કૂલે લઈ જતી બસ રસ્તામાં પડેલા મસમોટા ખાડામાં ખાબકી

ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેની હરાજી કરવામાં આવશે

અત્યારે ગુજરાત (Gujarat) રાજ્યના મુખ્યમંત્રીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. મળતી વિગતો પ્રમાણે હવે આવા ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત થશે તેવું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેની હરાજી કરવામાં આવશે. વિગતો એવી પણ સામે આવી છે કે, ભ્રષ્ટ અધિકારી સામે સરકાર કાયદો લાવી શકે છે. નોંધનીય છે કે, અત્યારે આવા અધિકારીઓ સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે. બાકી સામાન્ય લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઊઠી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાત (Gujarat)માં એવી ઘણી ઘટનાઓ બની છે, જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે અને તેમાં કોઈ કઠોળ કાર્યવાહી પણ કરવામાં નથી આવી. પરંતુ અત્યારે મુખ્યમંત્રી આકરા પગલા લેશે તેવું લાગી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Police : PSI અને PI બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ગૃહ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

આગામી ચોમાસું સત્રમાં બિલ રજુ કરાય તેવી શક્યતાઓ

નોંધનીય છે કે, આગામી ચોમાસું સત્રમાં આ ભ્રષ્ટાચાર બાબતે બિલ રજુ કરાય તેવી શક્યતાઓ છે. મળતી વિગતો પ્રમાણે આ કાયદાને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થઈ હોવાનું સામે આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગૃહ વિભાગની બેઠક યોજવામાં આવી છે. આગામી સત્રમાં આ કાયદા અંગે બીલ રજૂ કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. જો આ બીલ આવી જશે તો ભ્રષ્ટાચાર સામે ગુજરાતમાં સારી રીતે લડી શકશે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરી શકાશે.

Advertisement

આ પણ વાંચો: Mehsana : ના હોય..! કિન્નર સમાજમાં પણ ઊંચી-નીચી જ્ઞાતિનો ભેદ!

Tags :
Advertisement

.