Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jetpur: પંથકમાં એકાતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન, મોઢે આવેલો કોળિયો છીનવાયો

ખેડૂતોને ખેતપાક નુકસાનની સહાય તાત્કાલિક આપવા માગણી વરસાદ જગતના તાતની મુશ્કેલીઓમાં સતત વધારો કર્યો આંતરા વરસતા વરસાદે જગતના તાતની ચિંતા વધારી Jetpur: સમગ્ર રાજ્યમાં આસોમાસમાં રોજ વરસતો વરસાદ (Rain) જગતના તાતની મુશ્કેલીઓમાં સતત વધારો કરતો જાય છે. ત્યારે સૌરાષ્ટ્ર...
jetpur  પંથકમાં એકાતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન  મોઢે આવેલો કોળિયો છીનવાયો
  1. ખેડૂતોને ખેતપાક નુકસાનની સહાય તાત્કાલિક આપવા માગણી
  2. વરસાદ જગતના તાતની મુશ્કેલીઓમાં સતત વધારો કર્યો
  3. આંતરા વરસતા વરસાદે જગતના તાતની ચિંતા વધારી

Jetpur: સમગ્ર રાજ્યમાં આસોમાસમાં રોજ વરસતો વરસાદ (Rain) જગતના તાતની મુશ્કેલીઓમાં સતત વધારો કરતો જાય છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં મેઘરાજા આસો માસમાં પણ મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે. જિલ્લાના જેતપુર (Jetpur)ના ગ્રામીણ વિસ્તારમાં એક આંતરા વરસતા વરસાદે જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. ખેડૂતો (Farmers)ને આ વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

Advertisement

આ પણ વાંચો: BJP કોર્પોરેટરનો આપઘાતનો પ્રયાસ કે ફૂડ પોઈઝનિંગ? ભાઈએ Gujarat First ને જણાવી હકીકત!

વરસાદના પગલે મગફળીના પાકમાં થયું ભારે નુકસાન

હાલ છેલ્લા 10 દિવસથી જેતપુર (Jetpur) અને તેના ગ્રામીણ વિસ્તાર એવા ખીરસરા,જેતલસર, ડેડરવા, અમરનગર, સેલૂકા અને વિરપુર સહિત અન્ય ગામોમાં વરસતા વરસાદથી ખેતીમાં નુકસાન થયું છે. આ તાલુકામાં ખેતીની મૌસમ શરુ થતા મગફળી ખેડૂતોએ ઉપાડી હોવાથી ક્યાંક મગફળીના પાથરા પાણીના વહેણમાં તણાતા, તો ક્યાંક વરસાદી પાણી ભરાતા તરતા પાથરા, તો ક્યાંક મગફળીના પાથરા પલળતા જોવા મળી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા રત્ન કલાકારો માટે જનમંચ કાર્યક્રમ! અમિત ચાવડાએ કરી આ માગ

સરકાર સહાય કરે તેવી ખેડૂતોએ કરી માંગણી

આ સાથે કપાસમાં આવેલો નવો ફાલ પણ ખરી રહ્યો છે, ત્યારે ખેડૂતોને પારાવાર નુકશાની થઈ રહી છે. જગતના તાત ગણાતા ખેડૂતને મુખ્ય મૌસમનો પાક તૈયાર થઈ ગયો અને હાલ મોઢે આવેલો કોળિયો છીનવાતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ જગતાતની ચિંતા વધતા સમગ્ર તાલુકામાં થયેલી નુકસાનીનો સર્વે કરાવીને તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતો માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે. સરકારે વહેલી તકે આ પ્રક્રિયા શરુ કરી નુકસાનીની સહાય ચૂકવે તેવી લોકમાંગણી પણ જોવા મળી રહી છે. ખેડૂતોને અત્યારે વરસાદના કારણે મોટાપાયે નુકસાન થયું છે. પોતાની વર્ષોની મહેતન પાણીમાં વહીં ગઈ છે. જેથી સરકાર સત્વરે થયેલા નુકસાનની સહાય ચૂકવે તેવી લોકો માંગણી કરી રહ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot : 'મારી સાથે આ જ સરે આવું કર્યું...', શિક્ષકના ત્રાસથી માસૂમ વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

Tags :
Advertisement

.