ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

આજે 20 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : આજે 20 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ભાવનગરમાં મસ્ત ભરવાડ સમાજના આસ્થાના કેન્દ્ર બાવળિયારી ઠાકર ધામ ખાતે ચાલી રહેલા પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 70,000થી વધુ ભાઈ-બહેનો લાકડી રાસમાં જોડાઈને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.
06:45 AM Mar 20, 2025 IST | Hardik Shah
featuredImage featuredImage
Gujarat na Samachar 20 March 2025

આજે 20 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 20 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ભાવનગરમાં મસ્ત ભરવાડ સમાજના આસ્થાના કેન્દ્ર બાવળિયારી ઠાકર ધામ ખાતે ચાલી રહેલા પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 70,000થી વધુ ભાઈ-બહેનો લાકડી રાસમાં જોડાઈને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે, જે સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારિત થશે. બીજી તરફ, ગાંધીનગરમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરિયા ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા આયોજિત બાળ સાહિત્ય આંતરરાષ્ટ્રીય પરિસંવાદના સમારોહમાં હાજરી આપશે, જ્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળને કારણે પાટનગરમાં તંગદિલીનો માહોલ છે. આ ઉપરાંત, બપોરે 12 વાગ્યે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થશે. બીજી તરફ ડિમોલેશનનો બીજો દિવસ પણ ચાલુ રહેશે. સાથે જ, જૂની પેન્શન યોજનાની માગણીને લઈને રાજ્યભરમાં દેખાવો થવાની પણ સંભાવનાઓ છે.

અમદાવાદ : -

રાજકોટ : -

ભાવનગર : -

સમસ્ત ભરવાડ સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયારી ઠાકર ધામમાં હાલ પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો સાથે ભાગવત જ્ઞાન ગંગાનું રસપાન રમેશભાઈ ઓજા કરી રહ્યા છે. ત્યારે તારીખ 20 માર્ચ 2025 ના રોજ એટલે કે આજે ઠાકર ધામ બાવળયાળી ખાતે ભવ્ય હુડા રાસ તેમજ લાકડી રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 70,000 ભાઈઓ બહેનો ભાગ લઈને ઇતિહાસ બનાવશે. સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ હજાર રહેશે અને સાથે સવારથી ભરવાડ સમાજના બહેનો દ્વારા ગોપી હુડો રાસ તેમજ ભરવાડ સમાજના ગોપાલક ભાઈઓ પણ લાકડી રાસની બોલાવશે રમઝટ. સવારે 9થી 12 માં 70,000 જેટલા ભાઈઓ બહેનો દ્વારા હુડો રાસ અને લાકડી રાંસ માં જોડાશે અને એક ઇતિહાસ રચવામાં આવશે.

જૂનાગઢ : -

જૂનાગઢના પ્રવાસન અને ધાર્મિક સ્થળ એવા ભવનાથ વિસ્તારમાં સિમેન્ટ રોડ એક મહિનામાં જ તૂટ્યો જોવા મળ્યો આ રોડ ડેપ્યુટી મેયરના વોર્ડમાં જ આવે છે ગિરનાર સીડી તરફ જવાનો સિમેન્ટ રોડ ખરાબ હાલતમાં છે વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા માગ.

જામનગર : -

સુરત : -

પોરબંદર : -

પોરબંદર રખડતા ઢોરનો સળગતો પ્રશ્ન છે અને પોરબંદર મહાનગરપાલિકા બની ગયા બાદ છેલ્લા દોઢ માસથી રખડતા ઢોરને પડકવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમા છેલ્લા દોઢ માસમાં 165 આખલા પકડવામાં આવ્યા છે અને હાલ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં 400 વધુ આખલાઓ રાખવામાં આવ્યા છે.

નવસારી : -

નવસારી જિલ્લાના આદિવાસી તાલુકા એવા ચીખલી,ખેરગામ અને વાંસદાના શેરડી પકવતા ખેડુતો માટે કાવેરી સુગરની રચના કરવામાં આવી હતી. જેમાં હજારો ખેડૂતો સભાસદ પણ બન્યા હતા અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કાવેરી સુગરનાં નિર્માણ માટે ખાતમુર્હુત પણ કરવામાં આવ્યું હતું અને 80 ટકા કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે પરંતુ વધુ સહાય મળી ન હતી અને અંતે NCDC દ્વારા 59.37 કરોડ જેટલી શેર લોનની રકમની ભરપાઈ આગામી 22-04-2025 સુધીમાં કરવાની નોટીસ આપી હતી અને જો આ રકમ હરાજી માટે જો આ રકમ ભરપાઈ ન કરવામાં આવે તો 24-04-2025 ના રોજ કાવેરી સુગર ની જમીનની હરાજી ની જાહેરાત પ્રસિદ્ધ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Tags :
Assembly SessionBavaliyari Thakar DhamBhavnagarChildren’s UniversityDemolition driveGandhinagarHealth department strikeHistorical EventInternational literature seminarLakhdi RaasLive on social mediaMast Bharwad communityold pension scheme protestPraful PansheriyaPran Pratishtha MahotsavState Education MinisterStatewide agitation