WEATHER UPDATE : અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો
WEATHER UPDATE : વર્ષ 2024ની શરૂઆતથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકરો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે શીત લહેરનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) ગાઢ ધુમ્મસ સાથે ઠંડીના ચમકારાથી આબુ જેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવનોની સાથે ધુમ્મસવાળું વાતાવરણ(WEATHER) નજરે ચડ્યું હતું. આમ વહેલી સવારના ઠંડા ફૂંકાતા પવનના કારણે લોકો હાલ ઠંડીની અનુભૂતિ કરી રહ્યા છે.
અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર
અમદાવાદમાં (Ahmedabad) અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઓછી થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઓછી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જો કે, એસ.જી. હાઇવે ખાતે વહેલી સવારે ઠંડીના કારણે લોકોએ અદભુત વાતાવરણનો (WEATHER UPDATE) અનુભવ પણ કર્યો છે.ઠંડીમાં કસરત કરવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. લોકો ઝૂંબા ડાન્સ સાથે કસરત કરતા લોકો જોવા મળી રહ્યા છે.
ઠંડા પવનોની સાથે ફોગ વાળું વાતાવરણ જોવા મળ્યું
અમદાવાદ શહેરમાં વહેલી સવારમાં જ ઠંડા પવન ફૂંકાયા હતા. શહેરમાં સવાર થતાનીઓ સાથે જ ઠંડા પવનોની સાથે ફોગ વાળું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યમાં ઠંડીની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થઈ રહ્યા છે. જેના કારણે ઠંડકનો ભરપૂર અનુભવ થઈ રહ્યો છે. ગુજરાત ભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સવારથી જ ગુજરાતમાં ઠંડીનો અનુભવ શરૂ થઈ ગયો છે. ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થવાથી અમદાવાદનો (Ahmedabad) પારો ગગડ્યો છે.
આ પણ વાંચો - Vibrant Gujarat Global Summit ને લઈને સચિવાલય ઝળહળી ઉઠ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ