Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT માં સર્વત્ર પાણી જ પાણી, આગામી ત્રણ કલાક પણ મેઘરાજા રહેશે મહેરબાન

વરસાદને લઈને GUJARAT ભરમાં હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ કલાકમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિએ, વીજળી સાથે ભારે વરસાદની આગાહી પ્રતિ કલાક 15 MM સુધી વરસાદ પડવાની સંભાવના છેલ્લા કેટલાક દિવસમાં GUJARAT ભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી...
gujarat માં સર્વત્ર પાણી જ પાણી  આગામી ત્રણ કલાક પણ મેઘરાજા રહેશે મહેરબાન
  • વરસાદને લઈને GUJARAT ભરમાં હવામાન વિભાગની આગાહી
  • આગામી ત્રણ કલાકમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિએ, વીજળી સાથે ભારે વરસાદની આગાહી
  • પ્રતિ કલાક 15 MM સુધી વરસાદ પડવાની સંભાવના

છેલ્લા કેટલાક દિવસમાં GUJARAT ભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં ખાસ કરીને ગઇકાલે મુશળધાર વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાઓ ઉપર પાણી ભરાઈ ગયું હતુ, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હજી પણ વરસાદને લઈને રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હજી પણ રાજ્યમાં વરસાદ શાંત રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ચાલો જાણીએ વરસાદ વિશે શું કરવામાં આવી છે આગાહી

Advertisement

આગમી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી

વરસાદને લઈને હવે GUJARAT માં આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગમી ત્રણ કલાકમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિએ, વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ એટલો મન મૂકીને વરસાદ વરસવાનો છે કે પ્રતિ કલાક 15 એમએમ સુધી વરસાદ પડવાની સંભાવનાઓ હાલ વર્તાઇ રહી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ વિસ્તારમાં રહેશે મધ્યમ વરસાદ

ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર અને બોટાદ વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેશે. આ વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ સાથે વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારોમાં પ્રતિ કલાક 5 એમએમ થી 15 એમએમ સુધી વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો : VADODARA : “પૈસા…આજ નહીં હૈ તો મેં બુરા બન ગયા”

Advertisement

Tags :
Advertisement

.