Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ, પૂરતું પાણી ના મળતા મહિલાઓમાં આક્રોશ

Rajkot: ઉનાળો આવે એટલે પાણીની પારાયણ શરૂ થઈ જતી હોય છે. પરંતુ રાજકોટ (Rajkot) માં ઉનાળો આવે તે પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં આવેલી સત્યમ શિવમ સુન્દરમ સોસાયટીની મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અહીં અગાઉ...
rajkot  ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ  પૂરતું પાણી ના મળતા મહિલાઓમાં આક્રોશ

Rajkot: ઉનાળો આવે એટલે પાણીની પારાયણ શરૂ થઈ જતી હોય છે. પરંતુ રાજકોટ (Rajkot) માં ઉનાળો આવે તે પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં આવેલી સત્યમ શિવમ સુન્દરમ સોસાયટીની મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અહીં અગાઉ પણ અનેક વખત પાણી બાબતે વિરોધ જોવા મળી આવ્યો છે.

Advertisement

પાઇપ લાઇનનું કામ ચાલુ મૂકીને જતાં રહ્યા હોવાના આક્ષેપો

પાણીની પારાયણ મામલે રાજકોટ મનપા કચેરી ખાતે જનરલ બોર્ડ દરમિયાન ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ પાણીની પાઇપ લાઇનનું કામ ચાલુ મૂકીને જતાં રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે પાણીની પાઈપ લાઇનનું કમ હજી સુધી પૂરું થયું ના હોવાના કારણે ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે.

Advertisement

માત્ર 7 મિનિટ માટે જ પાણી મળતું હોવાના આક્ષેપો

મનપા દ્વારા ટેન્કર મારફતે પાણી આપવા છતાં પણ પૂરતું પાણી મળી રહ્યું નથી. જેના કારણે રાજકોટ (Rajkot) માં આવેલી સત્યમ શિવમ સુન્દરમ સોસાયટીની મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કારવાનો વારો આવ્યો છે. અને તંત્રના વાંકે પ્રજા પરેશાન થતી જોવા મળી રહી છે. મહિલાઓ દ્વારા માત્ર 7 મિનિટ માટે જ પાણી મળતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે તેવી સ્થિતિ

સોસાયટીની તમામ મહિલાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 2 દિવસે એક વાર જ પાણી મળી રહ્યું છે. આમ, ઉનાળો હજી શરૂ નથી થયો તે પહેલા જ પાણીની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. માત્ર 25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. અને હવે આમ કયા સુધી ચાલશે અને અહીં પાણીની સમસ્યા કયારે હલ થશે તે જોવાનું રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Patan : બહુચરાજી પગપાળા યાત્રા સંઘને નડ્યો અકસ્માત, 3 મહિલાનાં મોત, 5 ઘવાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.