Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વ્રજ ગ્રુપ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓની વહારે આવ્યું, મા ખોડીયારના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્ન થશે

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  વ્રજ ગ્રુપ ગોંડલ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓની વહારે આવ્યું છે. કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે સર્વ સમાજની 21 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સાવલિયા અને વેકરિયા પરિવાર દ્વારા આ દીકરીઓના લગ્ન...
09:51 PM Dec 13, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
વ્રજ ગ્રુપ ગોંડલ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓની વહારે આવ્યું છે. કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે સર્વ સમાજની 21 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સાવલિયા અને વેકરિયા પરિવાર દ્વારા આ દીકરીઓના લગ્ન અને કરિયાવર સહિતની જવાબદારીઓ ઉઠાવવામાં આવશે.
સૌ પ્રથમ વાર માઁ ખોડલના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે
કેટલાક માલેતુજારો દ્વારા લગ્નમાં મોટો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે કેટલાક સામાજિક અગ્રણીઓ પોતાના પરિવારજનોના લગ્નમાં લખલૂટ ખર્ચ કરવાને બદલે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને મદદરૂપ થવાનું આયોજન કરે છે. એવો જ એક સમૂહ લગ્નનો કાર્યક્રમ કાગવડ શ્રી ખોડલધામમાં યોજવા જઈ રહ્યો છે. વ્રજ ગ્રુપ ગોંડલ દ્વારા કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે 21 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. માં ખોડલના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે.
દર મહિનાની 16 તારીખે પોતાની દીકરીના નામની આજીવન ધ્વજા લખાવી છે
વ્રજ ગ્રુપના ધવલભાઈ સાવલિયાએ કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે દર મહિનાની 16 તારીખે પોતાની દીકરીના નામની આજીવન ધ્વજા લખાવી છે. ધવલભાઈને માતાજીના સાનિધ્યમાં દીકરીઓના સમૂહ લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો. કારણ કે માતાજીના સાનિધ્યમાં દીકરીઓને સાસરે વળાવી એ એક આશીર્વાદ રૂપ છે. આગામી તારીખ 15 ડિસેમ્બરના રોજ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે.
સમૂહ લગ્નમાં એક સાથે 21 દીકરીઓના હસ્ત મેળાપ થશે
શુક્રવારના બપોરે 2.00 કલાકે જાન આગમન થશે. બોપોરે 2.30 કલાકે ભવ્ય વરઘોડો નીકળશે જ્યારે સાંજે 5.00 કલાકે 21 દીકરીઓના હસ્ત મેળાપ થશે. સાંજે 6 કલાકે ખોડલધામ મંદિરના અન્નપૂર્ણાલય ખાતે ભોજન સમારંભ અને સાંજે 8 કલાકે કન્યા વિદાય થશે.
વેકરિયા પરિવાર અને સાવલિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે
નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારની દીકરીઓ આ સમહુ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્ન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, રાજકારણીઓ, આગેવાનો, સાંસદો, ધારાસભ્યો અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ અને તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. સમહુ લગ્નના મુખ્ય આયોજકો સ્વ. અરજણભાઈ જેઠાભાઈ વેકરિયા, સ્વ. મોતીબેન અરજણભાઈ વેકરિયા, સ્વ. પોપટભાઈ અરજણભાઈ વેકરિયા, સ્વ. વાલીબેન પોપટભાઈ વેકરિયા, પ્રવીણભાઈ પોપટભાઈ વેકરિયા (પી.પી.)
રમાબેન પ્રવીણભાઈ વેકરિયા, રેનીશ વેકરિયા, ધારાબેન રેનીશભાઈ વેકરિયા, સ્વ. નારણભાઇ ભૂટાભાઈ સાવલિયા, સ્વ. સમજુબેન નારણભાઇ સાવલિયા, બીપીનભાઈ નારણભાઈ સાવલિયા, ભાવનાબેન બીપીનભાઈ સાવલિયા, ધવલભાઈ બીપીનભાઈ સાવલિયા, ધર્મિષ્ઠાબેન ધવલભાઈ સાવલિયા, વિશાલભાઈ બીપીનભાઈ સાવલિયા, સહિતના  છે.
દીકરીને આપવામાં આવતા કરિયાવરમાં કોઈ કચાશ નહીં
સમૂહ લગ્નમાં દીકરીઓને આપવામાં આવતા કરિયાવરમાં કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે. નવ દંપત્તિ માટે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર્યાવરણમાં આવરી લેવામાં આવી છે. કરિયાવર માં 110 થી વધુ વસ્તુઓ અપાશે. શ્રીમદ્ ભાગવત ગીતા - 1, માતાજીની છબી - 1, સોનાનો પેન્ડલ સેટ - 1, ચાંદીની ગાય - 1, તુલસીનો ક્યારો - 1, બેડ, બેડશીટ, ત્રણ ડોર વાળો ક્બાટ, ટિપોઈ - 1, ખુરશી - 2,  બાજોટ - 2, ડબલ બેડ ઓછાડ - 1, ફોર પીસ કીટ - 1, પોસ્ટર ફાઈલ - 1, ઠંડી સાલ ડબલ - 2, ગાલીચા સેટ - 1, ટુવાલ સેટ - 1, ખુમચા, વાટકા, ચમચી સેટ - 1, ગણપતિ દીપ (પીતળ) - 1, પ્લાસ્ટિક બાઉલ સેટ - 1, સ્ટીલ ડોલ - 1, ત્રાંબાનો ત્રાસ - 1, સ્ટીલ ડીસ સેટ - 1, બ્લેન્ડર - 1, મિક્ચર - 1, પંખો તથા ઈસ્ત્રી - 1, કીટલી - 1, ક્રિસ્ટલ ગ્લાસ - 1, ટિફિન - 1, રોટલી ગરવો - 1, દીવાલ ઘડિયાળ - 1, પાટલો વેલણ - 1, સ્ટીલ ખમણી - 1, ત્રણ લિટર કુકર - 1, રકાબી સેટ - 1, સ્ટીલ બેડું - 1, પૂજા થાળી - 1, આઈસ્ક્રીમ કપ સેટ - 1, સ્ટીલ ડબરા સેટ - 1, સ્ટીલ ત્રાસ - 1, મુખવાસ દાની - 1, કાંસાનો વાટકો - 1, રાઇસ બાઉલ સેટ - 1, ખાંડણી દસ્તો - 1, તપેલા સેટ - 1, ટ્રે પ્લેટ - 1, મસાલીયું - 1, ખમણી સેટ - 1, બાથરૂમ સેટ - 1, મામટ ટિપ - 1, જ્યુસર મશીન અને કટલેરી ની 60 જેટલી વસ્તુઓ આપવામાં આવી.
સમૂહ લગ્નમાં ઇમરજન્સી હોસ્પિટલ ઉભી કરવામાં આવી 
સૌરાષ્ટ્રમાં નાની ઉંમરના હાર્ટ એટેકના કે સતત વધી રહ્યા છે. સમૂહ લગ્નમાં અજુગતી ઘટના ન બને તે માટે તબીબોની ટીમ ખડે પગે હાજર રહેશે સમુહ લગ્નમાં મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ અને મેડીકેર હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ઇમરજન્સી સારવાર કેન્દ્ર (મીની હોસ્પિટલ) ઉભી કરવામાં આવશે. જેમાં રાજકોટ અને ગોંડલ ના નામાંકિત ડોક્ટરો સેવા આપશે.
આ પણ વાંચો -- AHMEDABAD : વાઇબ્રન્ટ સમિટ 2024 ને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસને આપ્યા સૂચનો
Tags :
CHARITYdaughterGujarat FirstMAA KHODALMarriage
Next Article