Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"મત આપશે મહેસાણા” ઝુંબેશને વેગવંતી બનાવાશે, મહિલા મતદાનની ભાગીદારી વધે તેવા પ્રયાસો કરાશે

લોકસભા ચૂંટણીમાં "મત આપશે મહેસાણા” ઝુંબેશને મહેસાણા વહીવટી તંત્ર હવે વેગવંતી બનાવશે. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મહિલા મતદાનની ભાગીદારી વધે તે માટે ચૂંટણી સંબંધિત આઇસીટી એપ્લીકેશન સીવીજીલ, વોટર હેલ્પલાઇન, સક્ષમ અને નો યોર કેન્ડીડેટની માહિતીથી નાગિરકો વાકેફ થાય તે દિશામાં...
09:12 AM Mar 23, 2024 IST | Harsh Bhatt

લોકસભા ચૂંટણીમાં "મત આપશે મહેસાણા” ઝુંબેશને મહેસાણા વહીવટી તંત્ર હવે વેગવંતી બનાવશે. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મહિલા મતદાનની ભાગીદારી વધે તે માટે ચૂંટણી સંબંધિત આઇસીટી એપ્લીકેશન સીવીજીલ, વોટર હેલ્પલાઇન, સક્ષમ અને નો યોર કેન્ડીડેટની માહિતીથી નાગિરકો વાકેફ થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવનાર છે. ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો તેમજ મહિલાઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, તેવી માહિતી ચૂંટણી અધિકારી હસરત જાસ્મિન દ્વારા આપવામાં આવી હતી.

સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મતદાન જાગૃતિ માટે મહેસાણામાં વહીવટી તંત્ર વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરશે

સોશિયલ મીડિયાના માધ્યમો તેમજ ઇલેક્ટ્રોનિક અને જાહેર માધ્યમો દ્વારા મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરશે. મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો જેવા કે, 'દસ મિનિટ દેશ માટે', 'વોટ ફોર સ્યોર', 'ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ' જેવાં વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કરાશે. વિવિધ કચેરીઓને હ્યુમન ચેન બનાવવા તેમજ સાયકલોથોન અને વોકથોન પણ યોજાશે. સામાન્ય નાગરિક આચારસંહિતા ભંગની ફરીયાદનું ૧૦૦ મિનીટમાં નિરાકરણ,વોટર હેલ્પ લાઇન દ્વારા મતદાર યાદી,નામ સહિતની જાણકારી, દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ અને ઉમેદવારોને જાણવા માટે નો યોર કેન્ડીડેટ સહિતની એપ્લીકેશનથી પણ મિટિંગ બોલાવી ને વાકેફ કરાયા છે.

શહેર અને ગ્રામ્ય અને શહેરી સ્તરે નાગરિકોને આ એપ્લીકેશનની સમજ પણ અપાશે. જિલ્લામાં હોર્ડિગ્સ,બેનર, ક્યુઆર કોડ, સેલ્ફી પોઇન્ટ, સહિ ઝુંબેશ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્નો કરાશે.

આ પણ વાંચો : ગુજરાતમાં હોળી પહેલા ગરમી વધી, આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં Yellow Alert

Tags :
campaignelection campaignGujarat ElectionLok Sabha 2024MehsanaSocial Mediavoting participationwomen voters
Next Article