Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગીર સોમનાથના લોઢવા ગામનો વિપ્ર યુવક 1 હજાર લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે

અહેવાલ - અર્જુન વાળા ગીર સોમનાથ સુત્રાપાડાના લોઢવા ગામના વિપ્ર યુવક હિતેન્દ્રકુમાર શિવશંકર જોશી દ્વારા તેમના પિતા સ્વ. શિવશંકર વલ્લભજી જોશીની પુણ્યતિથિ નિમિત્તે પોતાના સ્વખર્ચે લોઢવા ગામના 1000 લોકોને યાત્રા કરાવવા નીર્ધાર કર્યો હતો. આ તકે સેવાભાવી યુવક હિતેન્દ્રકુમાર શિવશંકર...
ગીર સોમનાથના લોઢવા ગામનો વિપ્ર યુવક 1 હજાર લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે

અહેવાલ - અર્જુન વાળા ગીર સોમનાથ

Advertisement

સુત્રાપાડાના લોઢવા ગામના વિપ્ર યુવક હિતેન્દ્રકુમાર શિવશંકર જોશી દ્વારા તેમના પિતા સ્વ. શિવશંકર વલ્લભજી જોશીની પુણ્યતિથિ નિમિત્તે પોતાના સ્વખર્ચે લોઢવા ગામના 1000 લોકોને યાત્રા કરાવવા નીર્ધાર કર્યો હતો.

આ તકે સેવાભાવી યુવક હિતેન્દ્રકુમાર શિવશંકર જોશી (ગુરુ)એ જણાવ્યું હતું કે, મારા પર હનુમાનજીની અપાર કૃપા છે અને મને ઘણું આપ્યું છે. ત્યારે મારા સ્વર્ગવાસ પિતાજીની પૂર્ણતિથી નિમિત્તે મેં ગામના 1000 જેટલા મારા લોઢવા ગામના જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હરિદ્વારની યાત્રા કરાવવાનો સંકલ્પ કર્યો છે. આજે લોઢવા ગામેથી ગામના પૂર્વ સરપંચ સહિત ગામના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતમાં યાત્રા સંઘનો પ્રથમ તબક્કામાં 3 બાસ 170 યાત્રિકો અને બીજા તબક્કામાં 295 લોકો યાત્રા માટે રવાના આજે વહેલી સવારે રવાના થઈ હતી.

Advertisement

આમ તો સેવા ક્ષેત્રે મોટું નામ તરીકે ઓળખાતા હિતેન્દ્રકુમાર શીવશંકર જોશી લોઢવા ગામે પોતાના સ્વખર્ચે કરાવી રહ્યા છે. ગામની અંદર પૌરાણિક મંદિરોનું નિર્માણ કર્યું તેમજ લોઢવા ગામના નાના અને મધ્યમ વર્ગના લોકોના પોતાના સ્વખર્ચે રહેવા માટે નવા ઘર બનાવી આપ્યા છે.

હજુ પણ આવતા દિવસોમાં યાત્રાની બસ રવાના થશે

Advertisement

હિતેન્દ્રકુમાર શિવશંકર જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, હજુ આવનાર સમયમાં આજુબાજુના 25 ગામથી વધારે ગામોના લોકોને હું હરિદ્વારની યાત્રા કરાવવાનો છું. આ યાત્રા પરત ફરશે ત્યારબાદ 30 બસ એક સાથે આયોજન કરી રહ્યા છીએ. બસમાં જતા યાત્રિકો માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થા હિતેન્દ્રકુમાર શિવશંકર જોશી દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદ શહેરમાં રસ્તા પર રખડતું મોત, હજુ કેટલા લોકો બનશે ભોગ ?

આ પણ વાંચો - Ahmedabad : કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો, વહેલી સવારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.