ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Valsad : પારડી પોલીસની કસ્ટડીમાં આરોપીનું 'હાસ્ય', સમજદાર કો ઇશારા કાફી હૈ !

આ દ્રશ્યો જોઈ સવાલો થઈ રહ્યા છે કે પોલીસે ખરેખર કાર્યવાહી કરી છે માત્ર ખાનાપૂર્તિ કરી છે!
09:01 PM Mar 25, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
valsad_Gujarat_first
  1. પારડીમાં યુવક દ્વારા જોખમી સ્ટંટબાજીનાં વાઇરલ વીડિયોનો મામલો (Valsad)
  2. યુવકે ચાલુ કારનો દરવાજો ખોલી તેના પર ઊભા રહીને સ્ટંટ કર્યો હતો
  3. પોલીસે ગણતરીનાં કલાકોમાં યુવકની અટકાયત કરી
  4. પોલીસ કસ્ટડીમાં પણ યુવકના ચહેરા પર દેખાયું 'હાસ્ય'

વલસાડ જિલ્લાના (Valsad) પારડીમાંથી જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો સામે આવ્યો હતો. સાથે જ આ યુવકે હથિયારો સાથે જોખમી રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને ગણતરીનાં કલાકોમાં જ યુવકની ધરપકડ કરી છે. પરંતુ, કસ્ટડીમાં પણ યુવકને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ તેનાં ચહેરા પર 'હાસ્ય' જોવા મળ્યું હતું. આ દ્રશ્યો જોઈ સવાલો થઈ રહ્યા છે કે પોલીસે (Pardi Police) ખરેખર કાર્યવાહી કરી છે માત્ર ખાનાપૂર્તિ કરી છે!

આ પણ વાંચો -Gondal : 'ગણેશ ગોંડલ ધારાસભ્ય બનશે' અલ્પેશ ઢોલરીયાનો લલકાર, BJP નેતાએ આપ્યો સાંકેતિક જવાબ

જાહેર માર્ગ પર કાર સાથે જોખમી સ્ટંટ કર્યો, હથિયારો સાથે રિલ્સ બનાવી

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે ઘણીવાર લોકો જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરીને કાયદાનો ભંગ કરતા હોય છે. આ પ્રકારનાં લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરે છે પરંતુ, તેમ છતાં જાહેરમાં સ્ટંટબાજીનાં વીડિયો સતત સામે આવી રહ્યા છે. આવો જ એક વીડિયો વલસાડ જિલ્લાના (Valsad) પારડીમાંથી સામે આવ્યો હતો, જેમાં એક શખ્સ જાહેર માર્ગ પર ચાલુ કારનો દરવાજો ખોલી ઊભો થઈ જાય છે. ઉપરાંત, આ વ્યક્તિએ હથિયારો સાથે કેટલીક જોખમી રિલ્સ પણ બનાવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જોખમી સ્ટંટનાં વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ગણતરીનાં કલાકોમાં જ શખ્સની ધરપકડ કરી છે.

આ પણ વાંચો -Gandhinagar : વિધાનસભા પહોંચ્યા પૂર્વ નાયબ CM નીતિન પટેલ, કહ્યું - કેટલાક કામગીરી બતાવવા..!

પોલીસ પકડમાં પણ શખ્સના ચહેરા પર દેખાયું 'હાસ્ય'

જો કે, આશ્ચર્યજનક વાત એ છે કે પોલીસ કસ્ટડીમાં (Pardi Police) રહેલા આ શખ્સને જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેનાં ચહેરા પર પોલીસનો કોઈ ડર કે કાર્યવાહીનો ખૌફ જોવા ન મળ્યો, એનાં વિપરિત તેનાં ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. પોલીસની પકડમાં પણ તે ખૂબ જ નિશ્ચિંત દેખાઈ રહ્યો હતો. જ્યારે તેની સાથે ઊભા બે પોલીસકાર્મીનાં ચહેરા પર પણ સૂચક સ્મિત જોવા મળ્યું હતું. આ પ્રકારનાં દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરીને લઈ સવાલ ઊભા થયા છે કે પોલીસ આવા તત્વોની ધરપકડ કરી ખરેખર તેમને કાયદાનું ભાન કરાવે છે કે પછી કાર્યવાહીનાં નામે માત્ર ખાનાપૂર્તિ કરે છે. પોલીસનાં ડર વિના બેખોફ બનેલા અસામાજિક તત્વોનો આતંક ક્યારે અટકશે ? તેવા સવાલો પણ નાગરિકો વચ્ચે થઈ રહ્યા છે.

આ પણ વાંચો -Ahmedabad: બાપુનગરમાં યુવકની હત્યા, પોલીસ બેદરકારીનો વીડિયો થયો વાયરલ

Tags :
Crime NewsGUJARAT FIRST NEWSPardi policeSocial MediaStunts Video on Public PlaceTop Gujarati NewsValsadvalsad policeviral video