Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VALSAD : સિવિલમાં દંપતીનો હાઈવોલ્ટેજ ડ્રામા! ઝઘડા બાદ પતિ ચડયો છટ્ઠા માળે અને..

VALSAD સિવિલમાં દંપતીનો હાઈવોલ્ટેજ ડ્રામા દંપત્તીના ઝઘડા બાદ આધેડનો આપઘાતનો પ્રયાસ બિલ્ડીંગના છઠ્ઠા માળની બારીએ ચડી ધમકી આપી આપઘાતની ચીમકી આપનાર આધેડને માંડ મનાવાયા પુત્રની સારવાર માટે આવેલું દંપત્તી ઝઘડી પડ્યું VALSAD ના સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે...
valsad   સિવિલમાં દંપતીનો હાઈવોલ્ટેજ ડ્રામા  ઝઘડા બાદ પતિ ચડયો છટ્ઠા માળે અને
  • VALSAD સિવિલમાં દંપતીનો હાઈવોલ્ટેજ ડ્રામા
  • દંપત્તીના ઝઘડા બાદ આધેડનો આપઘાતનો પ્રયાસ
  • બિલ્ડીંગના છઠ્ઠા માળની બારીએ ચડી ધમકી આપી
  • આપઘાતની ચીમકી આપનાર આધેડને માંડ મનાવાયા
  • પુત્રની સારવાર માટે આવેલું દંપત્તી ઝઘડી પડ્યું

VALSAD ના સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. VALSAD ના સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે દંપતીનો હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ ઝઘડો એટલી હદ સુધી વધી ગયો હતો કે, પતિએ પોતે હોસ્પિટલની બિલ્ડિંગના છટ્ઠા માળે ચડીને પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

પુત્રની સારવાર કરાવવા આવી હતી દંપતી

ઘણી વખત આપણે જોયું છે કે પતિ-પત્નીના ઝઘડા જાહેરમાં ચાલ્યા કરતા હોય છે. પરંતુ VALSAD માંથી જે કિસ્સો હાલ સામે આવી રહ્યો છે, તે આ બાબત કરતાં પણ ઉપર છે. અહી તો દંપતી હોસ્પિટલમાં જ મોટો ઝઘડો કરી બેઠા હતા. વાસ્તવમાં આ દંપતી હોસ્પિટલમાં તેમના પુત્રની સારવાર કરાવવા માટે આવ્યા હતા. કોઈ બાબત ઉપર તેમના વચ્ચે હોસ્પિટલમાં જ ઝઘડો શરૂ થયો હતો, તે આગળ જતા વધુ ઉગ્ર બન્યો હતો. તે ઝઘડો હોસ્પિટલમાં એટલો હાઇ વૉલ્ટેજ બની ગયો હતો કે દંપતીમાંથી પતિએ પોતી હોસ્પિટલમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઝઘડા બાદ પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Advertisement

જી હા દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ તેમાંથી પતિએ હોસ્પિટલમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે હોસ્પિટલ બિલ્ડિંગના છટ્ઠા માળે ચઢી ગયો હતો. ત્યાં ચડીને તેને છલાંગ મારવાની ચીમકી પણ આપી હતી. આવું દ્રશ્ય જોઈને હોસ્પિટલમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. અંતે આપઘાતનો પ્રયાસ કરતા આધેડને મહા મહેનતે મનાવવામાં આવ્યો હતો. આમ તબીબો, પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને એક મોટી દુર્ઘટના બનતી ટળી હતી.

આ પણ વાંચો : VADODARA : પારૂલ યુનિ.ના વિદ્યાર્થીએ તણાવમાં જીવન ટુંકાવ્યું

Advertisement

Tags :
Advertisement

.