Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad: નેશનલ હાઇવે પર ટેમ્પો પલટી મારતા Accident સર્જાયો

અહેવાલ - રિતેશ પટેલ, વલસાડ વલસાડ નજીકથી પસાર થતા national highway 48 પર તેલના ડબ્બા ભરેલો ટેમ્પો પલટી મારતા હાઇવે પર Accident ની ઘટના બની હતી. Accident ની ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો ટેમ્પોમાં ભરેલા...
valsad  નેશનલ હાઇવે પર ટેમ્પો પલટી મારતા accident સર્જાયો
અહેવાલ - રિતેશ પટેલ, વલસાડ

વલસાડ નજીકથી પસાર થતા national highway 48 પર તેલના ડબ્બા ભરેલો ટેમ્પો પલટી મારતા હાઇવે પર Accident ની ઘટના બની હતી. Accident ની ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો ટેમ્પોમાં ભરેલા તેલના ડબ્બા હાઇવે પર ફંગોડાતા હાઇવે પર તેલની નદીઓ વહી હતી.

Advertisement

ટેમ્પો ચાલક મહારાષ્ટ્રના ભીવંડી જઈ રહ્યો હતો

Accident ના બનાવની વિગત મુજબ વલસાડના પારડી નજીકથી પસાર થતા national highway 48 પર તેલના ડબ્બા ભરેલ ટેમ્પોની અન્ય એક ટેમ્પો સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરના કારણે તેલના ડબ્બા ભરેલ ટેમ્પો પલટી મારી ગયો હતો. મળતી વિગતો મુજબ દહેજથી તેલના ડબ્બા ભરી અને ટેમ્પો ચાલક મહારાષ્ટ્રના ભીવંડી જઈ રહ્યો હતો આ દરમિયાન Accident સર્જાયો હતો.

national highway પર આ ઘટના બની 

દહેજ થી તેલના ડબ્બા ભરેલો ટેમ્પો મહારાષ્ટ્રના ભીવંડી તરફ જઈ રહ્યો હતો આ દરમિયાન પારડી નજીક national highway પર આ ઘટના બની હતી. national highway પરથી પસાર થતી વખતે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેજ સમયે ત્યાંથી પસાર થતા એક અન્ય ટેમ્પો સાથે જોરદાર ટક્કર થતા ટેમ્પો પલટી મારી ગયો હતો. જેને લઈ ટેમ્પોમાં ભરેલા તેલના ડબ્બા હાઇવે પર ફંગોડાયા હતા જોકે અનેક ડબ્બાઓ ફૂટી જતા ડબ્બામાં ભરેલું તેલ હાઇવે પર રીતસર નદીની જેમ વાહયું હતું.

Advertisement

હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા 

ડબ્બામાં ભરેલું તેલ હાઇવે પર નદીની જેમ વહી રહ્યું હતું આ ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે તેલની લૂંટ મચે એ પહેલાજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માત(Accident)માં કોઈ જાનહાની કે ઇજા થવા પામી ન હતી પરંતુ મોટી માત્રામાં તેલ હાઇવે પર વહી ગયું હતું. ઘટના સ્થળ પર પહોંચેલ પોલીસે તેલના ડબ્બા ભરેલ ટેમ્પોને ક્રેઇન વડે બાજુમાં કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.

આ પણ વાંચો - Valsad: અંતરિયાળ વિસ્તારમાં બે દીપડા Mobile Camera માં કેદ થયા

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ

Tags :
Advertisement

.