Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો, વડસરથી કોટેશ્વર રોડ પર મગરોનો અડિંગો

રાજ્યમાં ભારે વરસાદથી ઘણા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. વડોદરામાં પણ ભારે વરસાદના કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે. લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડતા વડોદરાની હાલત ખરાબ થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે અહીં વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થયો છે. જેના કારણે રહેણાક વિસ્તારોમાં મગર જોવા મળી રહ્યા છે. વડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સપાટી ખૂબ જ ઝડપથી વધી રàª
વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો  વડસરથી કોટેશ્વર રોડ પર મગરોનો અડિંગો
રાજ્યમાં ભારે વરસાદથી ઘણા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. વડોદરામાં પણ ભારે વરસાદના કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે. લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડતા વડોદરાની હાલત ખરાબ થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે અહીં વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થયો છે. જેના કારણે રહેણાક વિસ્તારોમાં મગર જોવા મળી રહ્યા છે. 
વડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સપાટી ખૂબ જ ઝડપથી વધી રહી છે. જેના કારણે આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદી તરફ વહેવાનું શરૂ થઇ ગયું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે વિશ્વામિત્રીની સપાટી 17 ફૂટે પહોંચી હતી. ત્યારબાદ વડસરમાં રોડ પર વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળ્યું હતું. આ જ કારણ છે કે, વડસરનો કોટેશ્વર વિસ્તાર સંપર્ક વિહોણો થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, કોટેશ્વરના 350 જેટલા રહીશોનો સંપર્ક કપાયો છે. વડસરથી કાંસા રેસિડેન્સીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અહીં મગરોના ડરથી તંત્રએ આ રસ્તો બંધ કર્યો છે. વડસરથી કોટેશ્વરના રોડ પર હવે મગરોનો અડિંગો જોવા મળી રહ્યો છે. 
આ પહેલીવાર નથી કે, વડોદરામાં આ પરેશાની લોકોને થઇ રહી હોય, દર વર્ષે વરસાદની સિઝનમાં લોકોને આ રીતે જ પરેશાની થતી હોય છે. જોકે, આ વર્ષે પાણીનો નિકાલ ન થતા લોકોની મુશ્કેલી વધી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં નીંચાણવાળા વિસ્તારોમાં આવેલા ઈન્દિરાનગરને ખાલી કરાવવામાં આવ્યું છે. જેથી આવનાર સમયમાં કોઈ ભયાનક સ્થિતિ સર્જાય નહી.


Advertisement
Tags :
Advertisement

.