Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિનોરમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતાં 10માં ધોરણના વિદ્યાર્થીનો આપઘાત

શિનોર તાલુકાના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીનો આપઘાતધોરણ 10ના વિદ્યાર્થીએ કર્યો આપઘાતવિદ્યાર્થી મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સાંધિયા ગામનો રહેવાસી વડોદરા (Vadodara) જીલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ ગામના છાત્રાલયમાં રહી ઘો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઝાડની સાથે દોરી બાંધી  આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. આ વિદ્યાર્થીએ આ છાત્રાલયમાં રહીને અભ્યાસ ન કરવા
શિનોરમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતાં 10માં ધોરણના વિદ્યાર્થીનો આપઘાત
  • શિનોર તાલુકાના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીનો આપઘાત
  • ધોરણ 10ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત
  • વિદ્યાર્થી મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સાંધિયા ગામનો રહેવાસી
 વડોદરા (Vadodara) જીલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ ગામના છાત્રાલયમાં રહી ઘો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઝાડની સાથે દોરી બાંધી  આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. આ વિદ્યાર્થીએ આ છાત્રાલયમાં રહીને અભ્યાસ ન કરવા માટેની રજૂઆત પોતા પિતા સમક્ષ કરી હતી. પિતા સાથે ફોન ઉપર વાત કરતા તેને જણાવ્યું હતું કે, મારે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો નથી. પિતાએ તે વિધાર્થીને માર્ચની પરીક્ષા સુધી અભ્યાસ પૂર્ણ કરીને પછી તું ઘરે પાછો આવતો રહેજે તેમ જણાવ્યું હતું .પરંતુ વિદ્યાર્થીને આ વાતથી સંતોષ થયો ન હતો અને આ બાબતે મનમાં લાગી આવતાં તેને આપઘાત કર્યો હતો.
ઝાડની સાથે દોરી બાંધી કરી આત્મહત્યા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલ શ્રી પ્રભાત આદિવાસી કુમાર છાત્રાલયમાં આ કિશોર છેલ્લા બે વર્ષથી રહેતો હતો અને હાલ તે પુનિયાદ ગામની ડૉ. શરદ વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતા આ કિશોર વિધાર્થીએ આજરોજ વધુ અભ્યાસ ન કરવા પોતાના પિતાને જણાવ્યું હતું. પરંતુ તેને પુનિયાદ ગામથી આનંદી રોડ ઉપર તળાવના કિનારા કિનારે લીમડાના ઝાડ સાથે નાયલોન દોરી બાંધીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કેટલીક વાર બાળકોને પૂરતી સગવડ ન મળવાને કારણે પણ તેઓ આવું પગલું ભરતા હોય છે. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ તેને પોતાના પિતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારે આગળ અભ્યાસ કરવો નથી અને ઘરે આવવું છે.
વિદ્યાર્થી મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં  સાંધિયા  ગામનો 
આ કિશોર જે છોટાઉદેપુર તાલુકાના નસવાડી નજીક સાંધિયા ગામનો રહેવાસી હતો. તેના પિતાએ તેને શિનોર તાલુકાના આ કુમાર છાત્રાલય ખાતે રહીને તે અભ્યાસ કરે તે માટે ત્યાં મૂક્યો હતો. પરંતુ કોઈ કારણોસર તેને આગળ અભ્યાસ કરવા માટે ના પાડી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ગઈકાલે છાત્રાલયમાં તે ન દેખાતા છાત્રાલયના ગૃહપતિએ તેના પરિવારજનોને જાણ કરી હતી. પરંતુ આજ રોજ તેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તે વાત વાયુવેગે ફેલાઈ હતી. કિશોરના પિતાને જાણ થતાં જ તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મૃતક દિકરાને જોઈ રડી પડ્યાં હતાં.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના રહીશોએ શિનોર પોલીસ સ્ટેશનને કરતા, શિનોર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તે બાળકનાં મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને મોટા પંચનામુ કરી ફોફળિયા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાળકના પિતાએ આ અંગેની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. હાલ તો આ આપઘાતનું સાચું કારણ જાણી શકાયું નથી. પરંતુ પોલીસે આ અંગે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.