Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સરકારી સહાય મળતા ડોક્ટર બનવાના સ્વપ્નએ ભરી ઉડાન

VADODARA : સરકારી યોજનાનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણના શમણા સાકાર કરી શકાય ? જવાબ ખૂબ જ સરળ છે, બિલકુલ, કેમ નહીં !? વાત છે, વડોદરા (VADODARA) જિલ્લાના વાઘોડિયામાં રહેતા ગૌરાંગકુમાર નરેન્દ્રભાઈ પરમારની. સરકારની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી ગૌરાંગ પરમારનું...
10:33 AM Jul 21, 2024 IST | PARTH PANDYA

VADODARA : સરકારી યોજનાનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણના શમણા સાકાર કરી શકાય ? જવાબ ખૂબ જ સરળ છે, બિલકુલ, કેમ નહીં !? વાત છે, વડોદરા (VADODARA) જિલ્લાના વાઘોડિયામાં રહેતા ગૌરાંગકુમાર નરેન્દ્રભાઈ પરમારની. સરકારની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી ગૌરાંગ પરમારનું ડોક્ટર બનવાનું સોનલું સાકાર થયું છે.

વિદ્યાર્થીઓને “ફ્રી શીપ કાર્ડ” આપવામાં આવે છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ એ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે, ત્યારે સમાજની દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે “પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના” અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત નિયત ધારાધોરણો મુજબની પાત્રતા ધરાવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને “ફ્રી શીપ કાર્ડ” આપવામાં આવે છે.

ડોક્ટર બનવાનું સપનું સાકાર કરશે

આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતાં અનુસુચિત જાતિ પરિવારનો દીકરો ગૌરાંગકુમાર પરમાર માતા પિતા સહીત બે ભાઈ બહેનના પરિવારમાં સૌથી મોટા છે. ગૌરાંગના પરિવારે સાથે રહીને માતા શાળામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગૌરાંગકુમાર ભણવામાં પહેલે થી જ તેજસ્વી હોવાથી ક્રિસ્ટલ સ્કૂલની પરીક્ષા પાસ કરીને નિ:શુલ્ક આગળ અભ્યાસ સારી રીતે પૂર્ણ કરવા માટે “ફ્રી શીપ કાર્ડ” યોજના હેઠળ ડોક્ટર બનવાનું સપનું સાકાર કરશે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ ગૌરાંગકુમાર GMERS મેડીકલ કોલેજ, ગોત્રી ખાતે MBBSનો અભ્યાસ કરી રહ્યા છે.

સરકારનો આભાર માનું એટલો ઓછો

“ફ્રી શીપ કાર્ડ” યોજનાનો લાભ લઈને સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ગૌરાંગ પરમારે જણાવ્યું કે, મને વડોદરા શહેરની ગોત્રી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. માં પ્રવેશ મળ્યો છે. ત્યારબાદ ફ્રી શીપ કાર્ડ યોજના અંતર્ગત મારો ભણવાનો તમામ ખર્ચ સરકારે ઉપાડ્યો તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર માનું એટલો ઓછો છે.

રૂ. ૯.૯૭ કરોડની આર્થિક સહાય મેળવી

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ યોજના અંતર્ગત સરકારશ્રી એક વર્ષના રૂ. ૩.૩૦ લાખ એક વર્ષની ફી એમ કુલ પાંચ વર્ષ સુધી ભરે છે. સરકારની મદદથી મારું ડોક્ટર બનવાનું સપનું પૂરું થશે અને ભણતરનાં ખર્ચની બચત થયેલી મૂડીમાંથી હું ભવિષ્યમાં મારું પોતાનું ક્લિનિક ખોલી શકીશ, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારની ‘ફ્રી શીપ કાર્ડ’ યોજના હેઠળ ગૌરાંગકુમારની જેમ રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં ૨૪૩૨ વિદ્યાર્થીઓએ રૂ. ૮.૨૦ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૯૬૨ વિદ્યાર્થીઓએ રૂ. ૯.૯૭ કરોડની આર્થિક સહાય મેળવી પોતાના સપના સાકાર કર્યા છે.

પડખે રહી હૂંફ આપી રહી છે

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરી શકે તે માટે અનેક યોજનાઓના અમલીકરણ થકી લક્ષિત લાભાર્થી સુધી લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. દરેક માતા-પિતા પોતાના સંતાનોને ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ આપી ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છતા હોય છે, પરંતુ ક્યારેક નબળી આર્થિક પરિસ્થિતિનાં કારણે તેમના સપના પરીપૂર્ણ થઈ શકતા નથી. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરવા માટે સંવેદનશીલ અને કટિબદ્ધ સરકાર આવા વાલીઓનાં સપના ચરિતાર્થ કરવા સતત તેમની પડખે રહી હૂંફ આપી રહી છે.

આ પણ વાંચો -- અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય Gujarat આવશે મુશળધાર વરસાદ, અંબાલાલ પટેલે આપી આગાહી

Tags :
BecomeboydoctorDreamGovtofSchemesupportVadodarayoung
Next Article