ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ધસમસતા પાણીના પ્રવાહમાંથી દર્દીઓને દોરડાના સહારે બચાવાયા

VADODARA : વડોદરા (VADODARA) શહેર-જિલ્લામાં ભારે વરસાદના કારણે ભારે મુશ્કેલી સર્જાઇ હતી. તેવામાં તાજેતરમાં મધ્ય પ્રદેશમાંથી દર્દીઓને લઇને આવતી બસ સંખેડા તાલુકાના હરેશ્વર ગામ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઇ ગઇ હતી. આ બસમાં બેઠેલા દર્દીઓનુું દોરડાના સહારે સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ...
12:17 PM Jul 25, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) શહેર-જિલ્લામાં ભારે વરસાદના કારણે ભારે મુશ્કેલી સર્જાઇ હતી. તેવામાં તાજેતરમાં મધ્ય પ્રદેશમાંથી દર્દીઓને લઇને આવતી બસ સંખેડા તાલુકાના હરેશ્વર ગામ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઇ ગઇ હતી. આ બસમાં બેઠેલા દર્દીઓનુું દોરડાના સહારે સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેને જોઇને લોકો સ્થાનિકોની સરાહના કરી રહ્યા છે.

બોબર કોતરમાં પાણીના ધસમસતા પ્રવાહ

વડોદરા પાસે વાઘોડિયામાં મોટી રાહતદરે સારવાર કરતી હોસ્પિટલ આવેલી છે. તેમાં સારવાર અર્થે દુર દુરથી લોકો આવે છે. તાજેતરમાં મધ્ય પ્રદેશથી બસ ભરીને દર્દીઓ વાઘોડિયા આવી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ભારે વરસાદ અને પાણી ભરાઇ જવાના કારણે, સંખેશ્વર તાલુકાના હરેશ્વર ગામ પાસે બોબર કોતરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં દર્દીઓ ભરેલી બસ ફસાઇ ગઇ હતી. બસ ફસાઇ જવાના કારણે દર્દીઓના જીવ અદ્ધર થઇ ગયા હતા. તેવામાં સ્થાનિકો તેમની મદદે આવ્યા હતા.

તમામને સહીસલામત રીતે રેસ્ક્યૂ કર્યા

નજીકના કસુંબિયા ગામના સ્થાનિકો દોડી આવ્યા હતા. અને દોરડું બાંધીને પાણીમાંથી સલામત સ્થળે બહાર આવી શકે તેવી વ્યવસ્થા કરી આપી હતી. અને તમામને સહીસલામત રીતે રેસ્ક્યૂ કર્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બોબર કોતરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઇ હતી. સ્થાનિકો મદદે આવતા બસમાં સવાર દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

સોશિયલ મીડિયામાં ભારે વાયરલ

પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો ધીમે ધીમે દોરડું પકડીને બસથી સલામત સ્થળ સુધી પહોંચ્યા હતા. આ ઘટનામાં 52 જેટલા દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. અને લોકો ચોતરફથી સ્થાનિકોના સાહસી પ્રયાસની સરાહના કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : સાવલીના અનેક ગામોમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા

Tags :
comingfaceissuelocalloggingonpatientPeoplesaveVadodaraWaghodiawaterway
Next Article