Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બે અતિથિગૃહોમાં ફાયર સિસ્ટમ લગાડવા રૂ. 34 લાખથી વધુ ખર્ચાયા

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) મહાનગર પાલિકાની સ્થાયી સમિતિમાં અલગ અલગ ત્રણ કામોના બિલો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કાર્યપાલક ઇજનેર પૂર્વ ઝોન, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા અને ટુરિસ્ટ શાખાનો સમાવેશ થાય છે. તે પૈકી એક અતિથિગૃહોમાં ફાયર સિસ્ટમ લગાડવાનું રૂ....
vadodara   બે અતિથિગૃહોમાં ફાયર સિસ્ટમ લગાડવા રૂ  34 લાખથી વધુ ખર્ચાયા

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) મહાનગર પાલિકાની સ્થાયી સમિતિમાં અલગ અલગ ત્રણ કામોના બિલો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કાર્યપાલક ઇજનેર પૂર્વ ઝોન, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા અને ટુરિસ્ટ શાખાનો સમાવેશ થાય છે. તે પૈકી એક અતિથિગૃહોમાં ફાયર સિસ્ટમ લગાડવાનું રૂ. 34 લાખથી વધુનું હતું. આ બિલની રકમને લઇને પાલિકાની લોબીમાં વિવિધ પ્રકારની ભારે ચર્ચાઓ જગાવી મુકી છે.

Advertisement

ડ્રેનેજ લાઈનની કામગીરી મે.ઓમ એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવી

સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્ત પૈકી એકમાં વહીવટી વોર્ડ નંબર 5 માં મહાવીર હોલ ચાર રસ્તા રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસે મુખ્ય માર્ગ પર ભંગાણ પડતા ડ્રેનેજ લાઈન અને તેને અનુસંધાનની પાલિકાના ઇજારદાર મે.ઓમ એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવી હતી. જે માટે તેણે રૂ. 34.50 લાખનું બિલ પાલિકામાં રજુ કર્યું છે.

ડ્રેનેજ લાઇનના ભંગાણનો રીપેરીંગ ખર્ચ રૂ. 9.58 લાખ

અન્ય એક દરખાસ્ત અનુસાર, વહીવટી વોર્ડ નંબર 10 માં ગોત્રી સાંઈ મંદિર રોડ પર હયાત ડ્રેનેજ ગ્રેવીટી લાઈનના મશીન હોલમાં પડેલ ભંગાણની દુરસ્તી કરવાની કામગીરી માટે પાલિકાના ઇજારદાર મે.ભાવેશ આર પંડ્યાએ કામગીરીનું બિલ રૂ.9.58 લાખ રજૂ કર્યું છે.

Advertisement

બિલો સ્થાઇ સમિતિના ધ્યાને લાવવામાં આવ્યા

ત્રીજી દરખાસ્ત અનુસાર, ટુરિસ્ટ વિભાગ દ્વારા પાલિકા સંચાલિત અલગ અલગ બે નગર ગ્રુહમાં ફાયર સિસ્ટમની કામગીરી રુદ્ર ફાયર અને સેફટીએ સર સયાજીરાવ નગર ગૃહમાં કરેલા કામ માટે રૂ. 17.92 લાખ અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં કરેલ કામગીરી માટે રૂ. 16.92 લાખનું બિલ રજૂ કર્યું છે. જેની સંયુક્ત કિંમત રૂ. 34.83 લાખ જેટલી થવા પામે છે. આ બિલો સ્થાઇ સમિતિમાં રજૂ કરીને સમિતિના ધ્યાને તમામ બિલો ધ્યાને લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ડાંગરના ઉભા પાકને રોગથી બચાવવા આટલું ખાસ કરો !

Advertisement

Tags :
Advertisement

.