Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દિવાળી પૂર્વે પેન્શન, પગાર અને બોનસ પેટે પાલિકા રૂ. 50 કરોડ ચુકવશે

VADODARA : દેશભરમાં દિપાવલી (DIWALI - 2024) પર્વની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે વડોદરા (VADODARA) પાલિકા (VMC - VADODARA) એ પણ પોતાની જવાબદારી સમયસર પુરી કરવા માટે કમર કસી લીધી છે. વડોદરા પાલિકા દ્વારા દિવાળી પૂર્વે ક્લાસ - 1...
vadodara   દિવાળી પૂર્વે પેન્શન  પગાર અને બોનસ પેટે પાલિકા રૂ  50 કરોડ ચુકવશે

VADODARA : દેશભરમાં દિપાવલી (DIWALI - 2024) પર્વની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે વડોદરા (VADODARA) પાલિકા (VMC - VADODARA) એ પણ પોતાની જવાબદારી સમયસર પુરી કરવા માટે કમર કસી લીધી છે. વડોદરા પાલિકા દ્વારા દિવાળી પૂર્વે ક્લાસ - 1 થી લઇને ક્લાસ - 4 સુધીના હાલના કર્મચારી અને રીટાયર્ડ કર્મચારીઓને પેન્શન, પગાર તથા લાગુ પડે ત્યાં બોનસ ચુકવવા માટેની કાર્યવાહી આરંભી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, દિવાળી પહેલા 26, ઓક્ટોબર સુધીમાં આ ચુકવણી થઇ જાય તે પ્રકારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Advertisement

પાલિકા જોડે 8600 પેન્શનરો જોડાયેલા છે

28, ઓક્ટોબરના રોજ વાકબારસથી દિપાવલી પર્વની શરૂઆત થશે. જે બાદ અલગ અલગ દિવસનું વિવિધ મહાત્મય છે. તેવામાં પાલિકા દ્વારા દર વર્ષની જેમ દિપાવલી પર્વ પૂર્વે કર્મચારીઓને ક્લાસ - 1 થી લઇને ક્લાસ - 4 સુધીના હાલના કર્મચારી અને રીટાયર્ડ કર્મચારીઓને પેન્શન, પગાર તથા લાગુ પડે ત્યાં બોનસ ચુકવવા માટેની કાર્યવાહી આરંભી છે. પાલિકા દ્વારા વર્ગ - 4 ના કર્મચારીનો બોનસની ચુકવણી કરવામાં આવે છે. જે કર્મચારીઓની સંખ્યા 3500 જેટલી થવા પામે છે. બીજી તરફ પાલિકા જોડે 8600 પેન્શનરો જોડાયેલા છે.

ચુકવણી જલ્દી થાય તે દિશામાં ચક્રોગતિમાન કર્યા

દિવાળી પૂર્વ ચુકવણીના કુલ બજેટમાંથી મોટા ભાગનું રૂ. 45 કરોડથી વધારેનું બજેટ પાલિકા પેન્શનરોને ચુકવણીમાં વાપરશે. કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર માસની ચુકવણી જલ્દી થાય તે દિશામાં ચક્રોગતિમાન કર્યા છે. પાલિકા દ્વારા આ અંગે એકાઉન્ટ વિભાગને જરૂરી જાણકારી આપી દેવામાં આવી છે. આ સાથે પાલિકા દ્વરા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ખાતાના પેમેન્ટ દિવાળી પૂર્વે કરી દેવાનું આયોજન છે. જેને લઇને કચેરીઓમાં ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ ઇશ્યુ થતા ઓપરેશન ખર્ચમાંથી મુક્તિ

Advertisement
Tags :
Advertisement

.