Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : અટલ બ્રિજ નીચે પે એન્ડ પાર્કિંગનો ઇજારો આપી આવક મેળવવાની તૈયારી

VADODARA : વડોદરા (VADODARA) માં વાહન પાર્કિંગનો પ્રશ્ન કેટલો વિકટ છે તે આપણે સૌ જાણીએ જ છીએ. પાર્કિંગની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં અથવા કરાવવામાં તંત્રની નિષ્ફળતા કોઇથી છુપી નથી. ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા આવકનો સ્ત્રોત ઉભો કરવા માટે અટલ બ્રિજ...
vadodara   અટલ બ્રિજ નીચે પે એન્ડ પાર્કિંગનો ઇજારો આપી આવક મેળવવાની તૈયારી

VADODARA : વડોદરા (VADODARA) માં વાહન પાર્કિંગનો પ્રશ્ન કેટલો વિકટ છે તે આપણે સૌ જાણીએ જ છીએ. પાર્કિંગની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં અથવા કરાવવામાં તંત્રની નિષ્ફળતા કોઇથી છુપી નથી. ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા આવકનો સ્ત્રોત ઉભો કરવા માટે અટલ બ્રિજ નીચેની જગ્યાએ પે એન્ડ પાર્કિંગનો ઇજારો આપવાની તૈયારી કરવામાં આવી છે. અટલ બ્રિજના એન્ટ્રી અને એક્ઝીટને બાદ કરીને મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીમાં પાંચ વિભાગની પીલર નીચે પાર્કિંગ માટે ઇજારા મંગાવવામાં આવ્યા છે.

Advertisement

ઓવર બ્રિજ નીચે મોટા ભાગની જગ્યા હાલ ફાજલ

શહેરનું ફૂટપાથ હવે ચાલવા માટેની જગ્યા તરીકે ઓછી અને પાર્કિંગ માટેની જગ્યા તરીકેની વધુ ગરજ સારે છે. પાલિકા તંત્રની આડેધડ મંજુરી અને અણઘડ વહીવટના કારણે મોટા ભાગના વાહનો રોડ રસ્તા પર / ફૂટપાથ પર પાર્ક થયેલા જોવા મળે છે. જો કે, ઓવરબ્રિજની હકીકત કંઇ ઓર છે. ઓવર બ્રિજ નીચે મોટા ભાગની જગ્યા હાલ ફાજલ પડી છે, અથવા તો ત્યાં આસપાસના કોમ્પલેક્ષના દુકાન-ઓફીસ ધારકો દ્વારા ત્યાં વાહન પાર્ક કરવામાં આવી રહ્યા છે. આવી જ સ્થિતી શહેરના અટલબ્રિજની પણ છે. શહેરના સૌથી મોટા ગણાતા અટલ બ્રિજ નીચેની જગ્યાને હવે પે એન્ડ પાર્કિંગ માટેનો ઇજારો આપીને આવનકનો સ્ત્રોત ઉભો કરવાની તૈયારી ચાલી રહી છે.

30 સપ્ટેમ્બર સુધી પોતાના અરજી પત્રક જમા કરાવી શકાશે

પાલિકા દ્વારા આ અંગેનો ઇજારો મંગાવવામાં આવ્યો છે. જેમાં અટલ બ્રિજ નીચેના મનીષા ચોકડી, હનુમાનજી મંદિર, મલ્હાર પોઇન્ટ, ચકલી સર્કલ, આંબેડકર સર્કલ અને ગેંડા સર્કલ નીચે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્કિંગ માટેની ડિપોઝીટ રકમ, મીનીમમ અપસેટ વેલ્યુની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતી પાર્ટીઓ 30 સપ્ટેમ્બર સુધી પોતાના અરજી પત્રક જમા કરાવી શકશે. તે પૈકી સૌથી વધુ ડિપોઝીટની રકમ મનીષા ચોકડી પીલર પાસેની છે. અને સૌથી ઓછી હનુમાનજી મંદિર પાસેની જાણવા મળી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાલિકાની સભામાં શાસક-વિપક્ષ વચ્ચે માત્ર "નિવેદનબાજી"

Advertisement
Tags :
Advertisement

.