Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઓવર બ્રિજ નીચે એક્ટીવીટી શરૂ કરવાની દિશામાં પ્રથમ પગલું ભરાયું

VADODARA : લાલબાગ, ફતેગંજ, અમિતનગર અને હરિનગર બ્રિજ નીચે ગેમઝોન, રમત-ગમત અને મનોરંજનની સુવિધાઓ તૈયાર કરવાનું નક્કી કરાયું
vadodara   ઓવર બ્રિજ નીચે એક્ટીવીટી શરૂ કરવાની દિશામાં પ્રથમ પગલું ભરાયું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ઓવર બ્રિજ નીચેની ખાલી જગ્યામાં એક્ટીવીટી શરૂ કરવા માટે પાલિકા દ્વારા પ્રથમ પગલું ભરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EXPRESSION OF INTEREST - VMC) મંગાવવામાં આવ્યો છે. જે બાદ પાલિકા દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તબક્કે વડોદરા પાલિકા દ્વારા ચાર ઓવર બ્રિજ નીચે આ રીતે સુવિધાઓ ઉભી કરવાનું આયોજન છે.

રસ ધરાવતી પાર્ટીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા

વડોદરામાં ટ્રાફિક જંક્શનો પરનો ભાર હળવો કરવા માટે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ ઓવર બ્રિજ નીચેની ફાજલ પડતી જગ્યામાં નિરાશ્રિતો દ્વારા રહેવામાં આવે છે, સાથે જ્યાં ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સમસ્યાના સમાધાનરૂપે પાલિકા દ્વારા નવતર પ્રયોગ ધરવાની દિશામાં પ્રથમ પગલું ભર્યું છે. પાલિકા દ્વારા શહેરના લાલબાગ, ફતેગંજ, અમિતનગર અને હરિનગર બ્રિજ નીચે ગેમઝોન, રમત-ગમત અને મનોરંજનની સુવિધાઓ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની માટે રસ ધરાવતી પાર્ટીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે.

Advertisement

પાલિકા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી રકમની વાર્ષિક ચૂકવણી કરવાની રહેશે

સુત્રોના જણાવ્યા અનુસાર, રસ ધરાવતી પાર્ટી દ્વારા બ્રિજ નીચે સિનિયર સિટીઝન માટેની બેઠક વ્યવસ્થા, ગેમઝોન, રમત-ગમતની સુવિધાઓ, મનોરંજન અને ગેટ ટુ ગેધરની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. જે અંગે સામે તેમણે પાલિકા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી રકમની વાર્ષિક ચૂકવણી કરવાની રહેશે.

Advertisement

સંબંધિત પત્ર સબમિટ કરી શક્યા ન્હતા

સુત્રોએ ઉમેર્યું કે, અગાઉ પણ પાલિકા દ્વારા ઓવર બ્રિજ નીચેની જગ્યાને ડેવલપ કરવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્સરેસ્ટ મંગાવવામાં આવ્યા હતા. તે સમયે 5 એજન્સીઓ દ્વારા રસ બતાવવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે સંસ્થા પાસે કોઇ પણ કામગીરી કર્યાનો અનુભવ ના હોવાના કારણે તેઓ તે સંબંધિત પત્ર સબમિટ કરી શક્યા ન્હતા. જેથી કામ સોંપી શકાયું ન્હતું. જેથી હવે પાલિકા દ્વારા ફરી કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : દાદા ભગવાનની ખાસ સ્મરણિકા ટપાલ ટિકિટનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

Tags :
Advertisement

.

×