VADODARA : રોડ પરના જોખમી કટ અંગેનો રિપોર્ટ સોંપાયો, 25 સ્થળે કાર્યવાહી
VADODARA : વડોદરા પોલીસના કર્મચારીઓની ટીમ દ્વારા 10 દિવસમાં સઘન સર્વે હાથ ધરીને શહેરભરના 26 વિસ્તારોના રસ્તા પર આવેલા જોખમી 60 જેટલા કટની ઓળખ કરવામાં આવી છે. આ અંગેનો વિગતવાર રિપોર્ટ પાલિકાને સોંપવામાં આવ્યો છે. તૈ પેકી કારેલીબાગ, વાઘોડિયા રોડ, રાજમહેલ રોડ સહિતના 25 જેટલા ડિવાઇડર કટને બંધ કરી દેવામાં આવ્યા છે. આ જગ્યાઓએ લોખંડના થાંભલા લગાવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય બાકી જોખમી કટ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કે, કેટલીક જગ્યાએ બંધ કરેલા કટની બાજુમાંથી ડિવાઇડર કુદીને ટુ વ્હીલર લઇ જવામાં આવતા હોવાનું સપાટી પર આવ્યું છે. હવે આવા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે થઆય છે તે જોવું રહ્યું. (VMC TOOK ACTION AGAINST RICKY DIVIDER CUT - VADODARA)
સોસાયટીના લોકો ડિવાઇડરમાં કટ પાડી દેતા હોય છે
તાજેતરમાં વડોદરા પોલીસ કમિશનર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનની બેઠક મળી હતી. જેમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા ડિવાઇડરના જોખમી કટ બંધ કરવા માટેની રજુઆત કરી હતી. વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે ભારપુર્વક રજુઆત કરતા કહ્યું હતું કે, રોડ પર કોઇ સોસાયટી હોય તો ત્યાં રહેલા લોકો પોતાની અવર-જવર માટે ડિવાઇડરમાં કટ પાડી દેતા હોય છે. આ સોસાયટીઓમાંથી પૂર ઝડપે નીકળતા વાહનોના કારણે અકસ્માત સર્જાવવાની ઘટનાઓ સામે આવે છે. જેથી તેને બંધ કરવા જરૂરી છે. આ સાથે જ ડિવાઇડરને રંગવા પણ જરૂરી હોવાનું તેમણે સૂચન કર્યું હતું. આખરે પોલીસ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવતા પાલિકા તંત્રએ કામગીરી શરૂ કરી છે.
નીચે મુજબની મહત્વની જગ્યાઓએ કટ બંધ કરવામાં આવ્યા
- કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ સામે
- રાજમહેલ રોડ પર પોલો ક્લબની સામે
- સંગમ ચાર રસ્તાથી ફતેપુરા તરફ જવાના રસ્તા પર વિજયનગર પાસે
- હરણી રોડ પર વૃંદાવન ટાઉનશીપ સામે
- બાપોદ જકાતનાકા સ્થિત પુષ્ટિપ્રભા સોસાયટી પાસે
- વાઘોડિયા રોડ, સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે
- બાપોદના યમુનાનગર પાસે
- પાણીગેટ રોડ, મદાર માર્કેટ પાસે
- સુલેમાની પોળ પાસે
આ પણ વાંચો --- VADODARA : ગરમીમાં લૂ લાગતા મોતની પ્રથમ ઘટના નોંધાઇ