VADODARA : 12 જેટલા ગેરકાયદેસર ઢોરવાડાનો સફાયો કરતી પાલિકા
VADODARA : વડોદરા પાલિકા દ્વારા કેટલ પોલીસી - 2023 ની કડક અમલવારી કરવામાં આવી રહી છે. જેમાં ઢોરવાડામાં જઇને પશુના ટેગીંગથી લઇને ઢોરવાડામાં સ્વસ્છતાની સ્થિતી સુધીની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાથે જ પશુપાલકોને પશુઓ ટેગ કરાવી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. છતાં ગેરકાયદેસર ઢોરવાડાના સંચાલકો નહીં ગાંઠતા આજે અટલાદરામાં પાલિકાની ટીમોએ આકરી કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની ટીમોએ 12 ઢોરવાડા દુર કર્યા છે. અને આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું પાલિકા સુત્રોએ જણાવ્યું છે. (VMC REMOVE ILLEGAL CATTLE SHEDS BUILT ON GOVT LAND - VADODARA).
યોગ્ય સહકાર નહીં મળતા સફાયો હાથ ધરવામાં આવ્યો
વડોદરા પાલિકા દ્વારા અટલાદરા વિસ્તારમાં આવેલા ભીમ તળાવ અને ચામુંડા નગરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બંને જગ્યાએથી અંદાજીત 12 જેટલા ગેરકાયદેસર ઢોરવાડા દુર કરવામાં આવ્યા છે. પાલિકા દ્વારા કેટલ પોલીસી - 2023 ની સખ્ત અમલવારીનો આગ્રહ રાખવામાં આવે છે. અને તેનું અનુસરણ કરવા માટે પણ જણાવવામાં આવે છે. છતાંય યોગ્ય સહકાર નહીં મળતા સફાયો હાથ ધરવામાં આવ્યો છે.
12 જગ્યાઓ પરથી ઢોરવાડા દુર કરવામાં આવ્યા
વડોદરા પાલિકાના અધિકારી ડો. વિવેક પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું કે, શહેરના પશ્ચિમ વિસ્તાર અટલાદરામાં ભીમ તળાવ પાસેની સરકારી જગ્યા પર ગેરકાયદેસર ઢોરવાડા બાંધવામાં આવ્યા હતા. તેનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 12 જગ્યાઓ પરથી ઢોરવાડા દુર કરવામાં આવ્યા છે. અગાઉ અવાર-નવાર પાલિકાની ટીમ દ્વારા કેટલ પોલીસી - 2023 અંતર્ગત લાયસન્સ અથવા પરવાગની લેવા માટેની જે કોઇ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં કોઇ પણ યોગ્ય પ્રતિસાદ સાંપડ્યો ન્હતો. જેથી આ પગલાં પાલિકાના તંત્રએ ભર્યા છે.
આ પણ વાંચો --- VADODARA : બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝરવાળી થઇ