VADODARA : શિકારનો કોળિયો કરવા જતાં અજગરનું રેસ્ક્યૂ
VADODARA : વડોદરા પાલિકાના પંપીંગ સ્ટેશનન (VADODARA - VMC PUMPING STATION) પર અજગર (PYTHON) આવી પહોંચ્યો હતો. અને તે નોળિયાનો શિકાર કરીને તેનો કોળિયો કરી જવાની તૈયારીમાં હતો. દરમિયાન અજગરની હાજરીના પગલે સ્થળ પર હાજર લોકો ભારે ભયભીત થતા તેમણે ઉપરી અધિકારીને જાણ કરી હતી. ત્યાર બાદ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સને જાણ કરવામાં આવતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સાવચેતી પૂર્વક બે કલાકની મથામણ બાદ અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ અજગરને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાત્રે પાલિકાના ધનીયાવી પંપીંગ સ્ટેશનમાં એક અજગરની હાજરી જોવા મળી
વડોદરામાં જળચર જીવો અને મનુષ્યો નજીક નજીકમાં વસવાટ કરે છે. સામાન્ય રીતે ચોમાસાની રુતુમાં જળચર જીવો રહેણાંક વિસ્તારની નજીકમાં નિકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી વગર વરસાદે આ ઘટનાઓ સામે આવી રહી છે. ગત મોડી રાત્રે પાલિકાના ધનીયાવી પંપીંગ સ્ટેશનમાં એક અજગરની હાજરી જોવા મળી હતી. અજગર દેખાતા જ સ્થળ પર હાજર લોકોમાં ભારે ફફડાટ પેંસી ગયો હતો. અને તેમણે આ અંગેની જાણ તુરંત ઉપરના અધિકારીને કરી હતી.
કોળિયો કરવાની ફીરાકમાં હતો
ત્યાર બાદ અજગરને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્ર્સ્ટને કોલ કરવામાં આવ્યો હતો. સંસ્થાના વોલંટીયર્સે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અજગરને શોધી કાઢ્યો હતો. તે સમયે અજગર નોળિયાનો શિકાર કરીને તેને કોળિયો કરવાની ફીરાકમાં હતો. જો કે, તે સમયે જ રેસ્ક્યૂની ટીમની નજર પડતા અજગરને રેસ્ક્યૂ કરવાના પ્રસાયો શરૂ કર્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશનમાં બે કલાકની ભારે મથામણ બાદ પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.
અજગરને સલામત સ્થળે છોડી મુકવામાં આવશે
અજગરનું સલામત રેસ્ક્યૂ કરીને તેને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, વન વિભાગ દ્વારા આવનાર સમયમાં અજગરને સલામત સ્થળે છોડી મુકવામાં આવશે. આ રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવતા સ્થાનિકો દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો -- VADODARA : ખંડેરાવ માર્કેટ પાસે મીઠાઇની દુકાનોનું ભારે દબાણ, લોકો સાથે રકઝક