VADODARA : રીઢા ચોરના ઘર પર બુલડોઝર ફર્યું, બુટલેગરનું મકાન સીલ
VADODARA : વડોદરા પોલીસ અને પાલિકા દ્વારા સતત બીજા દિવસે સંયુક્ત ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. પાલિકા અને પોલીસની ટીમોએ ગતરોજ જવાહર નગરના બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડ્યું હતું. અને આજે ઘાઘરેટીયામાં રીઢા તસ્કરના ગેરકાયદે બાંધકામ પર આજે ટીમો ત્રાટકી છે. રાજ્યમાં ગુનાગારોના મનસુબા તોડવા માટે તંત્ર રાજ્યભરમાં નક્કર પગલાં લઇ રહ્યું છે. (VADODARA POLICE AND C JOINTLY REMOVE ILLEGAL CONSTRUCTION OF HARDCORE THIEF)
ડીસીપી, એસીપી તથા અન્ય પોલીસ જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત
આજે વહીવટી વોર્ડ નં - 16 માં ડીસીપી અભિષેક ગુપ્તાની જવાબદારી હેઠળ આવતા વિસ્તાર ઘાઘરેટીયામાં પોલીસ અને પાલિકાની ટીમો દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. આ મકરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતો વિસ્તાર છે. આજે આ વિસ્તારમાં ડીસીપી, એસીપી તથા અન્ય પોલીસ જવાનોના ચૂસ્ત બંદોબસ્ત સાથે ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આરોપી ગોવિંદ સામે ત્રણ ચોરીના ગુનાઓ નોંધાયા છે. તેની સાથે વિસ્તારમાં રહેતા અન્ય બુટલેગરનું મકાન સીલ કરી દેવામાં આવ્યું છે.
કાચુ મકાન તોડી પાડવામાં આવ્યું
ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, અત્યારે ઘાઘરેટીયાના ગોવિંદ સિકલીગરને ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. આરોપી નાસતો ફરતો છે, તેની વિરૂદ્ધ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. તેણે પાલિકાની જમીન પર ગેરકાયદેસર મકાન બનાવ્યું છે. જેને દુર કરવામાં આવી રહ્યું છે. આ સાથે તરસાલી બ્રિજની નીચે એક આરોપી વિરૂદ્ધ 7 જેટલા પ્રોહીબીશનના ગુના હતા, તેની સામે પાસા પણ થઇ હતી. અને તે શરીર સંબંધિત ગુનામાં પણ સંડોવાયેલો હતો. તેનું પણ કાચુ મકાન તોડી પાડવામાં આવ્યું છે.
તેણે પાલિકાની પાવતી ભરી છે
વધુમાં જણાવ્યું કે, આ સિવાય ઘાઘરેટીયા વિસ્તારમાં મીથુન પંચાલ નામનો બુટલેગર છે. તેના વિરૂદ્ધમાં 11 જેટલા પ્રોહીબીશનના ગુના નોંધાયા છે. સાથે જ તેની પર બે શરીર સંબંધિત ગુના નોંધાયા છે. અને તેને પાસા પણ થઇ છે. તેના મકાનને સીલ કરવામાં આવ્યું છે. કારણકે તેણે પાલિકાની પાવતી ભરી છે. આરોપીઓનું લિસ્ટ બનાવવામાંં આવી રહ્યું છે. અને તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : નજીવી બાબતે બેરહેમીપૂર્વક માર મારતા યુવકનું મોત