VADODARA : પાલિકાના ON DUTY ડમ્પરે કચડતા આધેડનું મોત
VADODARA : વડોદરામાં ભારદારી વાહનોથી અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે સવારે શહેરના વાહનોથી ધમધમતા વડસર-કલાલી બ્રિજ પર પાલિકાના ઓન ડ્યુટી ડમ્પરની અડફેટે ટુ વ્હીલરનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર ચાલર રફીકભાઇ તેની નીચે કચડાઇ જતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો છે. ઘટનાને પગલે પરિજનો દોડી આવ્યા હતા. આ ઘટનાનો સિલસિલો જલ્દી અટકે તેવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે. આ ડમ્પર પાલિકાનું હોવાની પુષ્ટિ સ્થળ પર હાજર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી છે. (VMC ON DUTY DUMPER ACCIDENT, ONE LOST LIFE - VADODARA)
ડમ્પરની ટક્કરે ફંગોળાયા બાદ રફીક ભાઇ તેની નીચે આવી ગયા
વડોદરામાં સડસ સુરક્ષા માસની રંગેચંગે ઉજવણી બાદ પણ રોડ અકસ્માતની ઘટનાઓમાં કોઇ ઘટાડો જોવા મળતો નથી. અવાર નવાર ભારદારી વાહનની અડફેટે અકસ્માત તથા અકસ્માતમાં મોતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ ઘટનાઓ પોલીસની નિષ્ફળતાની સાબિતી આપે છે. આજરોજ વહેલી સવારે પાલિકાનું ઓન ડ્યુટી ડમ્પર જઇ રહ્યું હતું. વડસર-કલાલી બ્રિજ પર આ ડમ્પરની અડફેટે આધેડ ટુ વ્હીલર ચાલક રફીકભાઇ આવ્યા હતા. ડમ્પરની ટક્કરે ફંગોળાયા બાદ રફીક ભાઇ તેની નીચે આવી ગયા હતા. જેથી તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
ડમ્પર પાલિકાનું હોવાની પુષ્ટિ સ્થળ પર હાજર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી
ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને ડમ્પર ચાલકને દબોચી લીધો હતો. આ ઘટનામાં ડમ્પર પર ઓન ડ્યુટી વીએમસી લખેલું મળી આવ્યું હતું. અને આ ડમ્પર પાલિકાનું હોવાની પુષ્ટિ સ્થળ પર હાજર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની સાથે પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરૂદ્ધ વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : ભરથાણા ટોલ પ્લાઝા પર ફી વધારા સામે આંદોલનના મંડાણ