ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : હાઇ-વે પરની હોટલોમાં સ્પેશિયલ સ્કવોર્ડનું સઘન ચેકીંગ

VADODARA : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 ના નિયમો હેઠળ હોટલ, રેસ્ટોરેન્ટની તપાસ અર્થે જિલ્લા-મહાનગર પાલિકા કક્ષાએ "સ્પેશિયલ સ્ક્વોર્ડ"ની રચના કરવાની રાજ્ય સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને તાકીદ કરવામાં આવી હતી. તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા...
09:42 AM Aug 04, 2024 IST | PARTH PANDYA

VADODARA : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 ના નિયમો હેઠળ હોટલ, રેસ્ટોરેન્ટની તપાસ અર્થે જિલ્લા-મહાનગર પાલિકા કક્ષાએ "સ્પેશિયલ સ્ક્વોર્ડ"ની રચના કરવાની રાજ્ય સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને તાકીદ કરવામાં આવી હતી. તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા બે ફૂડ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. ટીમો દ્વારા હાઇ-વે પરની હોટલો ખાતે તપાસણી શરૂ કરવામાં આવતા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

સેનીટેશન અને હાઇજેનીક કન્ડીશનનું પાલન સુનિશ્ચિત

તાજેતરમાં રાજયભરમાં હોટલ-રેસ્ટોરન્ટમાં જમતી વેળાએ વિવિધ ખાદ્ય પદાર્થોમાં જીવજંતુ નીકળવાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં બનતા ધ્યાને આવ્ચું છે. આવા કિસ્સાઓને રોકવા તેમજ જાહેર જનતાને હોટલ, રેસ્ટોરન્ટમાં બનતા ખાદ્ય પદાર્થો શુધ્ધ તથા સલામત મળી રહે તે માટે દરેક વર્તુળ કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાએ એક “સ્પેશિયલ સ્ક્વોર્ડ " (ઓછામાં ઓછાં ૨ ફુડ સેફટી ઓફિસર)ની રચના તાત્કાલિક કરવાની તાકીદ કરવામાં આવી હતી. સ્પેશીયલ સ્ક્વોર્ડ દ્રારા જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર હેઠળ તમામ હોટલ, રેસ્ટોરન્ટમાં એફએસએસ રેગ્યુલેશન 2011ના શિડ્યુલ-૪ હેઠળની સેનીટેશન અને હાઇજેનીક કન્ડીશન સંબધીત તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્વિત કરવાનું રહેશે.

અહેવાલ રાજ્ય સરકારમાં સુપરત કરાશે

સરકારની સૂચનાના પગલે પાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા બે ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી તેઓ દ્વારા વડોદરા શહેરના હાઇવે પાસે આવેલ વિવિધ હોટલો ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી 15 દિવસમાં ટીમ દ્વારા કોર્પોરેશન 100 જેટલી હોટલોમાં તપાસ કરશે અને તેનો સમગ્ર અહેવાલ રાજ્ય સરકારમાં સુપરત કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં ટીમ દ્વારા દાવત હોટલ, સર્વોત્તમ હોટલ, લિજેન્ટ હોટલ, એપલ હોટલ, નિર્મલ ઢાબા, હરિયાળી હોટલ, ખોડિયાર કાઢીયાવાડી ઢાબા પર તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : રમત-રમતમાં બાળક ટ્રેનમાં બેસી ગયું, પછી...

Tags :
CheckingFoodhighwayHotelsonspecialSquadVadodaraVMC
Next Article