Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "હેલ્પ લાઇન નંબર જારી કરો, હિસાબ-કિતાબ આંદોલન સ્વરૂપે કરીશું"

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 72 કલાકથી પૂરની સ્થિતી છે. વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે વડોદરાની ચિંતા કરતા રાજ્ય સરકાર દ્વારા બે મંત્રીઓને વડોદરા મોકલવામાં આવ્યા છે. તેવામાં પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવત દ્વારા વીડિયો મેસેજ...
vadodara    હેલ્પ લાઇન નંબર જારી કરો  હિસાબ કિતાબ આંદોલન સ્વરૂપે કરીશું

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 72 કલાકથી પૂરની સ્થિતી છે. વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે વડોદરાની ચિંતા કરતા રાજ્ય સરકાર દ્વારા બે મંત્રીઓને વડોદરા મોકલવામાં આવ્યા છે. તેવામાં પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવત દ્વારા વીડિયો મેસેજ જારી કરીને લોકોની સમસ્યા હલ કરવાની વાત કરી છે. તેમાં તેમણે જણાવ્યું કે, તાત્કાલીક કંટ્રોલ રૂમના નંબર જાહેર કરો. જ્યાં લોકો સાદા એસએમએસ થી, વોટ્સએપથી જાણ કરે, સમસ્યા ત્યાં એકત્ર થઇને જે તે ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવે. આ માનવસર્જીત છે. આનો હિસાબ-કિતાબ આખી સમસ્યાનો અંત આવશે તે પછી આંદોલન સ્વરૂપે કરીશું.

Advertisement

તો પરિસ્થિતી આટલી વિકટ ન બની હોત

પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવતે કહ્યું કે, વડોદરાશહેરના લોકો ખુબ તકલીફમાં છે. તે સમયે આપના સમક્ષ વાત કરવા આવી છું. પેનીક ના થશો, આ તકલીફનો અંત ટુંક જ સમયમાં આવશે. આ જે મુશ્કેલી છે, તેને કુદરતી આફતમાં ખપાવવામાં આવી રહી છે. પરંતુ આ માનવસર્જીત છે. આનો હિસાબ-કિતાબ આખી સમસ્યાનો અંત આવશે તે પછી આંદોલન સ્વરૂપે કરીશું. 24 કલાક પહેલા કદાચ આજવાના ગેટ બંધ કર્યા હોત, તો પરિસ્થિતી આટલી વિકટ ન બની હોત. આ બાબતે પણ વાત કરીશું, પણ અત્યારે તેનો સમય નથી.

હેલ્પ લાઇનના નંબર લોકો પાસે નથી

વધુમાં તેમણે જણાવ્યું કે, અત્યારે નાગરિકો ખુબ મુશ્કેલીમાં છે, સરકારી તંત્રને વિનંતી કરૂં છું કે, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરને વિનંતી કરું છું કે, તાત્કાલીક કંટ્રોલ રૂમના નંબર જાહેર કરો. જ્યાં લોકો સાદા એસએમએસ થી, વોટ્સએપથી જાણ કરે, સમસ્યા ત્યાં એકત્ર થઇને જે તે ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવે. અત્યારે ભારે અફરા-તફરી ભર્યો માહોલ છે, કોઇને ખબર નથી પડતી કોનો અને ક્યાં સંપર્ક કરે. તમામ વસ્તુઓ સીધી મ્યુનિસિપલ કમિશનર અથવા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરને તો કહેવાય નહી. હેલ્પ લાઇનના નંબર લોકો પાસે નથી. તમામ અધિકારીઓ અને સરકારને વિનંતી કે, કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર જારી કરે, જેથી લોકો તેને ઉપયોગ કરી શકે. અને લોકોને રાહત મળે. ઇમરજન્સી સમયે રેસ્ક્યૂ, ફૂડ, બિમાર હોય ત્યાં ક્યાં સંપર્ક કરવો તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. તમામ ઉચ્ચ અધિકારીઓને વિનંતી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પૂરની સ્થિતીમાં જનજીવન સાથે રેલ વ્યવહાર પણ ખોરવાયો

Advertisement
Tags :
Advertisement

.